ભાવનગર: જિલ્લામાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં આવેલા સારા એવા વરસાદને પગલે વાવેતર વિસ્તાર વધી ગયો છે ત્યારે બીજી તરફ જિલ્લાના ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. ભાવનગર જિલ્લાના ડેમોમાં પાણીની આવક કેટલી અને કેટલા વિસ્તારમાં કયા કયા પાકોનો વાવેતર થયું છે તેમજ જિલ્લાનો અત્યાર સુધીનો કુલ વરસાદ કેટલો થયો છે જાણો આગળ.

જિલ્લામાં ક્યાં તાલુકાનો કેટલો વરસાદ: ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાના વિધિવત થયેલા પ્રારંભ અને મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં 100 MM થી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો, વલભીપુરમાં 287 MM, ઉમરાળામાં 235 MM, ભાવનગર 151 MM, ઘોઘા 103 MM, સિહોર 199 MM, ગારીયાધાર 254 MM, પાલીતાણા 241 MM, તળાજા 139 MM, મહુવા 342 MM અને જેસરમાં 144 MM વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાનો કુલ વરસાદ 209.5 MM નોંધાયો છે.

સારા વરસાદથી કુલ કેટલું અને ક્યાં પાકનું વાવેતર: ભાવનગર જિલ્લામાં સારા એવા વરસાદને પગલે ખેતીવાડી ક્ષેત્રે 4.50 લાખ હેક્ટર જમીન વાવેતર માટેની છે જે પૈકી 3 લાખ કરતા વધારે હેક્ટરમાં વાવેતર થઈ ચૂકયું છે, જિલ્લા ખેતીવાડી અધિકારી એ એમ પટેલે જણાવ્યું હતું કે, આપણા ભાવનગર જિલ્લામાં જનરલી ખરીફમાં ચાર થી સાડા ચાર લાખ વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થતું હોય છે. એમાં મોટાભાગે જે ખરીફ પાકો છે તે વરસાદ આધારિત હોય છે, અને જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે જિલ્લામાં લગભગ આજની તારીખે 3 લાખ જેટલા હેકટરમાં વાવેતર થયું છે. એમાં મુખ્યત્વે હાલમાં આપણા જિલ્લામાં કપાસ છે એ લગભગ 2 લાખ હેકટરમાં જ્યારે મગફળીનું 84000 હેકટરમાં અને બાજરીનું 3 હજાર અને શાકભાજીનું લગભગ 3000 હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. હાલમાં પાકની પરિસ્થિતિ એકંદર સારી છે".

જિલ્લાના 13 ડેમોમાં આવક અને સ્થિતિ: ભાવનગર જિલ્લા સિંચાઈ અધિકારી સાથે વાતચીત કરતા સિંચાઈ અધિકારી એ.એમ. બાલધીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ગયા અઠવાડિયા સારા પ્રમાણમાં વરસાદ થતાં 13 ડેમમાંથી મોટાભાગના ડેમોમાં નવા નિયમની આવક આવક થવા લાગી છે. જ્યારે શેત્રુંજી ડેમની સપાટી 15 ફૂટ હતી, હાલ તે વધીને બે ફૂટ જેવો વધારો થયો છે. શેત્રુંજી ડેમમાં હાલ 17 ફૂટ અને બે ઇંચની સપાટી છે. માત્ર એક તળાજા તાલુકાનું હમીરપરા ડેમ છે જેમાં પાણીની આવક થયેલ નથી.

નીચે દર્શાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં અલગ અલગ ડેમોમાં વરસાદ વરસ્યા બાદ પાણીની સપાટીનું સ્તર કેટલે પહોંચ્યું તેની આંકડાકીય માહિતી આપવામાં આવી છે.
ક્રમ | ડેમ | ઓવરફ્લો (મીટર) | હાલની સપાટી (મીટર) |
શેત્રુંજી | 55.53 | 50.40 | |
2. | રજાવળ | 56.75 | 49.95 |
3. | ખારો | 54.12 | 50.35 |
4. | માલણ | 104.25 | 98.88 |
5. | રંઘોળા | 62.05 | 59.49 |
6. | લાખણકા | 44.22 | 37.90 |
7. | હમીરપરા | 87.08 | 79.50 |
8. | હણોલ | 90.01 | 87.05 |
9. | બગડ | 60.41 | 55.36 |
10. | રોજકી | 99.06 | 94.42 |
11. | જસપરા | 40.25 | 27.40 |
12. | પિંગળી | 51.03 | 48.00 |
13. | કાળુભાર | 59.36 | 57.65 |