ભાવનગર: શંકરસિંહ વાઘેલાએ જયવિરાજસિંહજી પાસે આવીને કરેલી વાતોને જયવિરાજસિંહજીએ આજે મીડિયા સમક્ષ મુકતા સમાજના નામે સંસ્થા ઉભી કરવાના બાપુના પ્લાનને ખુલ્લો પાડી દીધો હતો.
યુવરાજ જયવીરરાજસિંહજીએ ફોડયો ભાંડો: ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજીએએ જણાવ્યું હતું, કે 'હાલમાં જે સમાજનું સંગઠન બન્યું છે, 20 તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધાની ખાસ કરીને ક્ષત્રિય સમાજને ખોટી વાત કહેવામાં આવે છે, એ મારી વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે મારી સાથે બનેલી ઘટના છે. 31 મેં 2024 પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા જેવડા હતા. તેમનું અવસાન થયું હતું.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આપ બધા ભાવનગરના નગરજનો છો. અને જાણો છો. પાંચ છ દિવસ બાદ શંકરસિંહ બાપુનો મેસેજ આવ્યો કે તેમને પરિવારને મળવા આવવું છે, તે સ્વાભાવિક છે કારણ કે શિવા બાપાએ બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા. સારું રહેશે અનુભવી વ્યક્તિ છે, તેમનો સહારો પરિવારને મળશે. આ સમયમાં, એમને સાથે અન્ય સમાજના વ્યક્તિ આવ્યા હતા. મને આશ્વર્ય ત્યારે લાગ્યું જ્યારે મારા દાદાના આવા સમયમાં ભાઈઓ 12મું પણ ન હતું થયું, જ્યારે પાંચમી જૂને શંકરસિંહ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને મને જયવીરરાજસિંહજીને પ્રમુખ પદના સ્થાને મને બેસાડવાની વાત મારી સાથે કરી હતી.'
મેં પૂછ્યું તેનું કારણ શું છે, ત્યારે બાપુએ કહ્યું કે ચૂંટણી થઈ હતી. રૂપાલા સાહેબ સાથે એકતા ઉભી થઇ હતી તે એકતા રહેવી જોઈએ. મેં કીધું એકતા તો છે રોજ ક્યાં આંદોલનની જરૂર છે. તો બાપુએ કહ્યું 'એક સમિતિની રચના કરીયે જે પોલિટિકલી રીતે બોડી જોડાયેલી નહિ હોય, જેમકે ભાજપની માતૃ સંસ્થા RSS છે એવી એક સંસ્થા ઉભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે છે.'
પોસ્ટ પિતાના સમર્થન માટે મુકી: જયવીરરાજસિંહજીએ વધુમાં જણાવ્યું હતું કે, 'સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે, ત્યારે પ્રશ્ન ઉભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું. રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ, આર્થિક પરિસ્થિતિ રિલેટેડ હશે એ વાત પૂરી થઈ ગઈ. જે પોસ્ટ મેં મૂકી છે એ મારા પિતાના સમર્થન માટે મૂકી છે.'
હું મારા પરિવારનો રાજકારણમાં ઉપયોગ નહીં થવા દઉં: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, '20 તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના નેક નામદાર મહારાજે કૃષ્ણકુમાર વંશના એક વ્યક્તિ ત્યાં હાજર ન હોત તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ડીસીઝન ના લીધું હોત, તો આ સમિતિનું શુ અસ્તિત્વ હોત. આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનો ધ્યાન દોરવા માંગુ છુ. આપ જાગૃત છો, બાપુ વડીલ છે પણ વડીલ હોઈ અને ખોટું કરે તો યુવાનોએ જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ. મારા માતા, મારા પિતા અને મારા પૂર્વજોનો કોઈ દિવસ રાજકારણમાં ઉપયોગ નહિ થવા દઉં. જો કોઈ કોશિશ કરશે તો હું તો એકલો અહીંયા લડીશ તેની સામે ઉભો રહીશ.
આ પણ વાંચો: