રાજકોટ: આટકોટની ગોંડલ ચોકડી પાસેથી દેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને જરા પણ જાણ કર્યા વગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને દેશી દારૂનો 1200 લિટર જથ્થો કબજે લીધો હતો.
SMCએ દારુના જથ્થા સાથે આરોપીને ઝડપ્યા: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આરોપીઓ પાસેથી 1200 લિટર દેશી દારુનો જથ્થા સાથે 2 વાહનો, ફોન અને રોકડ રકમ સહિત 6 લાખથી વધુનો મુદામાલ કબજે કરીને 2 આરોપીની ધરપકડ કરી હતી અને તેમની આકરી પૂછપરછમાં તેમણે અન્ય 6 શખ્સના નામ આપતાં તેમની શોધખોળ હાથ ધરી છે. SMCએ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત 65(A)(E) 81, 98(2) અને BNS એક્ટની કલમ 111(3)(4) અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
2 આરોપીએ 6 વ્યક્તિના નામ આપ્યા: રાજકોટ-ભાવનગર હાઇવે પર ગોંડલ ચોકડી પાસે આટકોટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂનો વેપલો થઇ રહ્યો હોવાની બાતમીના આધારે SMC ત્રાટકી હતી અને 2 શખ્સ સાથે 1200 લિટર દેશી દારૂ, રોકડ રકમ, 2 વાહનો અને ફોન મળી કુલ 6,52,050નો મુદામાલ કબજે લીધો હતો અને સ્થળ પરથી 2 આરોપી ધનજીભાઈ ખેંગારભાઈ ચૌહાણ અને જયરાજ કનુભાઈની ધરપકડ કરવામાં આવી છે અને તેમની કડક પૂછપરછ કરાતાં અન્ય 6 આરોપીઓના નામ સામે આવ્યા હતા.
SMC નો સ્ટાફ દરોડામાં જોડાયો: રાજકોટનો રહેવાસી રાજુ કાઠી, ચોટીલાનો રહેવાસી અંખુભાઇ જે દારુનો ધંધો કરે છે તેમના નામ આપ્યા હતા.આ સાથે અન્ય આરોપીઓ વનરાજ પીરુભાઇ વિકમા, ચેતન મેરુભાઇ વિકમા અને કુલદીપભાઇ વિકમા દારુ જોઇતો હોય તો તે પૂરુ કરી આપતા હોવાની કબૂલાત 2 આરોપીઓેએ કરી હતી. જેથી પોલીસે આ આરોપીની શોધખોળ હાથ ધરી હતી, આ દરોડામાં SMCના બી.એમ ગોહિલ સ્ટાફ સાથે જોડાયા હતા.
આ પણ વાંચો: