હૈદરાબાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, માર્ચ-2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જેમાં ધોરણ-12ના તમામ પ્રવાહો, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUICET-2024 અને સંસ્કૃત મધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે સવારે 9.00 કલાકે જાહેર થયુ છે.
પરિણામ પણ વેબસાઈટ પર જોઈ શકાશે: માર્ચ-2024માં GSEB દ્વારા લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહો, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUICET-2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે સવારે 9.00 કલાકે વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યુ છે. ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહની સાથે GUICET-2024 અને સંસ્કૃત મધ્યમનું પરિણામ પણ વેબસાઈટ પર જોઈ શકાશે.
સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા : અમદાવાદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. જયારે સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા છે તો જૂનાગઢમાં સૌથી ઓછું 84.81 ટકા પરિણામ જોવા મળ્યું છે. કુલ 1609 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. જયારે 19 સ્કૂલોની 10 ટકા કરતાં ઓછું પરિણામ છે.
સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા: 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું. સૌથી વધુ મોરબીનું પરિણામ 92.80 ટકા છે. સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા, A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 1034A ગ્રૂપનું પરિણામ 90.11 ટકા, B ગ્રૂપનું પરિણામ 78.34 ટકા છે.
સુરતમાં વિદ્યાર્થીઓ ગરબા રમ્યા: સુરતમાં તમામ બોર્ડના વિદ્યાર્થીઓ પરિણામ જોઈ એટલી હદે ખુશ થયા કે તેઓ પોતાને ગરબા કરતા રોકી શક્યા નહોતા. પરિણામ આવતા જ વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી એટલું જ નહીં ગરબા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ વખતે વિદ્યાર્થીઓને આશા હતી કે પરિણામ સારું આવશે. સારું પરિણામ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. એકબીજાને અભિનંદન પાઠવતા ઉજવણી કરી હતી. સુરત સિવાય સમગ્ર ગુજરાતમાં સામન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિધ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો.
વડોદરા: વડોદરા માં ધોરણ 12ના શહેર જિલ્લાના પરિણામમાં ટકાવારી વધી છે. આ વર્ષે સામાન્ય પ્રવાહ નું 85.23 ટકા પરિણામ આવ્વિયુ છે. વિજ્ઞાન પ્રવાહનું 82.23 ટકા પરિણામ આવ્યુ છો.
મહીસાગર: જિલ્લો 12 સામાન્ય પ્રવાહ માં 96.26 % પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે છે. મહીસાગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 66.82 % પરિણામ જાહેર થયુ છે. મહીસાગર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 96.26 % પરિણામ જાહેર થયુ છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 1 પરિક્ષાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે.જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 1533માંથી 1023 પરિક્ષાર્થી ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 7604 માંથી 7261 પરિક્ષાર્થી ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 17 પરિક્ષાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બાલાસિનોર સેન્ટરનું 77.78% નોંધાયું છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મુનપુર સેન્ટરનું 99.35 % નોંધાયું છે.
આણંદ: જિલ્લા માં સાયન્સ નું 89.25 ટકા પરિણામ આવ્કોયુ છે. કોમર્સ નું 76.43 ટકા પરિણામ આવ્યુ છે. સાયન્સ ના 44 વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે કોમર્સ ના 67 વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડ સાથે બાજી મારી છે. જિલ્લા માં ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓ માં ખુશીની લહેર જોવા મળી છે.
નવસારી: જિલ્લાનું સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ 85.76 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ 94.34 ટકા રહ્યું છે. જિલ્લામાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઊંચું આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 7183 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4010 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ખેડા: ખેડામાં સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું કુલ 87.43 ટકા પરિણામ નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહનું 77.68 ટકા પરિણામ આવ્યુ છે.
નવસારી જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 85.75 ટકા પરિણામ આવ્યુ છે. વસારી જિલ્લાના પરીક્ષા આપનાર 4676 વિદ્યાર્થીઓમાંથી 62 વિદ્યાર્થીઓ A1 અને 364 વિદ્યાર્થીઓ A 2 ગ્રેડથી થયા ઉત્તીર્ણ છે. નવસારીની AB સ્કૂલના જ 41 વિદ્યાર્થી A1 ગ્રેડમાં ઉત્તીર્ણ, 96.6 ટકા સાથે ધ્રુવિશ ટંડેલ પ્રથમ સ્થાને આવ્યો છે.