અમદાવાદ: હંમેશા જ્યારે કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે તો તમારી જિંદગીનું યાદગાર પસંદ શું છે ત્યારે ક્યાંક ને ક્યાંક મોટાભાગના લોકોના મોઢામાંથી તેમણે કરેલી રેલયાત્રાનો પ્રસંગ તેમને યાદ આવતો હોય છે રેલવેમાં કરેલી મુસાફરી એ મુસાફરી કરતા ઘણું વધારે હોય છે ત્યારે આજરોજ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જન સંપર્ક અધિકારી જીતેન્દ્રકુમાર જયંત નિવૃત્ત થઈ રહ્યા છે.
પત્રકારિતા સાથે રહ્યો સીધો સંપર્કઃ Etv Bharat સાથે તેમણે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કેવી રીતે તે પહેલા 1991 એક પત્રકાર હતા ત્યારબાદ રેલવેની અંદર નોકરી લાગી અને ત્યારથી જ તેઓ આ રેલવેની અંદર કામ કરી રહ્યા છે. તેઓ પત્રકાર હતા ત્યારે ટેબલની પેલી બાજુ બેસી અને અધિકારીને પ્રશ્ન કરતા હતા અને આશા રાખતા હતા કે અધિકારી જવાબ આપે અને આજે તેઓ ટેબલની બીજી બાજુ બેઠા, ત્યારે પણ તેમને તે બધું યાદ છે. તે માટે તેઓ પત્રકારોના તમામ પ્રશ્નોનો જવાબ આપે છે.
'નિવૃત્તિ પછી પરિવાર સાથે સમય વિતાવવો છે': તેમણે એ પણ વાત કરી હતી કે, મારું કામ ઈમેજ મેકિંગ છે મની મેકીંગ નથી... મારે પૈસા જ કમાવા હોત તો હું કોમર્શિયલ ડિપાર્ટમેન્ટમાં ગયો હોત. કોઈ દિવસ ખોટું કર્યું નથી અને કોઈનું ખોટું સહન પણ નથી કર્યું તે પ્રકારનું તેમનું વલણ તે આજે તેમના નિવૃત્તિના દિવસ સુધી યથાવત છે.
તેમને પણ વાત કરી હતી કે, હવે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તેઓ પોતાના પરિવારને સમય આપશે અને તેમની સાથે વધુમાં વધુ પ્રવાસો કરશે. તેમણે કહ્યું હતું કે તેમની છ બહેનો છે અને તેમના પિતા કોઈ દિવસ નોહતા ઈચ્છતા હતા કે તેઓ નોકરી કરે તો પણ તેમણે પત્રકારત્વ કર્યું, એલએલબી કર્યું, એમ એસ ડબલ્યુ કર્યું અને અંતે તેઓ પશ્ચિમ રેલવેની અંદર જન સંપર્ક અધિકારી બન્યા અને આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે.