જૂનાગઢ: સોયાબીનનો પાક મુખ્યત્વે મધ્યપ્રદેશના મુખ્ય પાક તરીકે આજે પણ લેવામાં આવે છે, પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર અને તેનું ઉત્પાદન વધી રહ્યું છે. દર વર્ષે સોયાબીનના વાવેતરના વિસ્તારમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જાણવા જેવી બાબત એ છે કે, કઠોળ વર્ગમાં સમવિષ્ઠ સોયાબીનમાં પ્રોટીન અને વનસ્પતિ તેલની સાથે ફાઇબરનો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ થયેલો હોય છે. તેથી જ સોયાબીનને આહારમાં લેવું પ્રત્યેક વ્યક્તિ માટે ખૂબ જ લાભકારક ગણવામાં આવે છે.
સોયાબીનના છે અનેક ફાયદા ખોરાક તરીકે સર્વોત્તમ: છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સોયાબીનના વાવેતરને લઈને ખેડૂતોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. મુખ્યત્વે મધ્યપ્રદેશના મુખ્ય ખેતી પાક તરીકે ઓળખાતા સોયાબીનની ખેતી હવે સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ-સાત વર્ષથી સતત વધી રહી છે. કઠોળ વર્ગના તેલીબીયા તરીકે સોયાબીનનું વિશેષ મહત્વ જોવા મળે છે.
યુરોપના દેશોમાં સોયાબીનનું ચલણ: અહીં જાણવા જેવી બાબત એ છે કે, સોયાબીનમાં તેલની સાથે ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ હોય છે. આથી સોયાબીનની ખેતી કરી સોયાબીનને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાની પરંપરા ધીમે ધીમે વધી રહી છે. યુરોપના દેશોમાં સોયાબીનનું ચલણ આજે પણ જોવા મળે છે. સોયાબીનમાં રહેલું પ્રોટીન અને ફાયબર કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વના પૂરક પોષણ તરીકે પણ માનવામાં આવે છે.
સોયાબીનમાં પ્રોટીન અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં: સોયાબીનમાં પ્રોટીન અને ફાઇબરનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેને આરોગ્ય માટે પણ લાભકારક માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે માંસાહારી વ્યક્તિ પ્રોટીન માટે માસને ખોરાક તરીકે ઉપયોગમાં લઈ તેમાંથી પ્રોટીન મેળવતા હોય છે. પરંતુ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન મેળવવા સોયાબીનને સર્વશ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
સોયાબીનનું પ્રોટીન માસના પ્રોટીન જેટલું જ: સોયાબીનમાં જોવા મળતું પ્રોટીનનું પ્રમાણ કોઈપણ માસમાં જોવા મળતા પ્રોટીનની લગભગ સમાન જોવા મળે છે. વધુમાં સોયાબીનમાં રહેલું ફાઇબર પણ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વધુમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં અથવા તો તેને મર્યાદિત રાખવામાં માટે પણ સોયાબીન આટલું જ મહત્વનું માનવામાં આવે છે. જેથી શાકાહારી વ્યક્તિઓને પ્રોટીનના સર્વોત્તમ સ્ત્રોત માટે સોયાબીનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘઉં અને બાજરીના લોટમાં પણ જો સોયાબીનને દળવામાં આવે તો તેમાંથી પણ પ્રોટીન અને ફાયબર મેળવી શકાય છે.
આ પણ વાંચો: