ETV Bharat / state

પ્રેમમાં આંધળી માતા, પ્રેમસંબંધમાં કાંટો બનેલા ત્રણ વર્ષીય પુત્રનું કાસળ કાઢ્યું - Surat Crime - SURAT CRIME

એક માતાએ પ્રેમમાં આંધળી બની પોતાના જ ત્રણ વર્ષીય પુત્રની ઠંડા કલેજે હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ તપાસમાં જ્યારે સમગ્ર વિગતો સામે આવી તો ખુદ પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી છે. જાણો હત્યાનો અરેરાટીભર્યા કિસ્સો...

પ્રેમસંબંધમાં કાંટો બનેલા ત્રણ વર્ષીય પુત્રનું કાસળ કાઢ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 9:51 AM IST

સુરત : રાજસ્થાનની પરિણીતા અને પ્રેમી વચ્ચે આડખીલીરૂપ બનતાં માતાએ ત્રણ વર્ષના પુત્રની હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કરેલી કબૂલાત ચોંકાવનારી હતી. જાણો સમગ્ર મામલો

રાજસ્થાની પ્રેમીપંખીડા : રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દાનપુર પોલીસ ટીમ સુરત આવી હતી. સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એ. ચાવડાને મળીને તેમણે જે હકીકત જણાવી હતી તે ચોંકાવનારી હતી. પોલીસ સાથે બાંસવાડાની પરિણીતા અને તેનો પ્રેમી અજય હતો. આ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોવાથી ત્રણ મહિના પહેલા ભાગી છૂટયા હતા. પતિને તરછોડીને ભાગેલી મહિલાએ પોતાના ત્રણ વર્ષના પુત્રને પણ સાથે લઈ લીધો હતો.

પ્રેમમાં આંધળી માતા : પુત્રનું અપહરણ કર્યું હોવાથી પિતાએ દાનપુર પોલીસ મથકમાં તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિનાની શોધખોળ બાદ પોલીસે આ પ્રેમી પંખીડાને પકડી લીધા હતા, પરંતુ તેમની સાથે આ મહિલાનો ત્રણ વર્ષનો પુત્ર નહોતો. બંને શરૂઆતમાં ગેરમાર્ગે દોરતા રહ્યા બાદમાં પોલીસે સખ્તાઇ બતાવતા બંને ભાંગી પડ્યા હતા. ત્રણ વર્ષના પુત્રને માતા અને પ્રેમીએ ગળે ટૂંપો આપી આશરે 25 દિવસ પૂર્વે હત્યા કરી નાંખી હોવાનું જણાવ્યું હતું.

બાળકનો મૃતદેહ ક્યાં ? આરોપીઓએ જણાવ્યું કે, બાળકનો મૃતદેહ સરથાણા ગઢપુર રોડ પર જ્યાં મજૂરી કામ કરતા હતા તે નવી કન્સ્ટ્રક્શન સાઈટના બેઝમેન્ટમાં ભરાઈ રહેતા પાણીમાં ડુબાડી દીધી હતી. રાજસ્થાન પોલીસની વાત સાંભળી સરથાણા પોલીસ તેમને નવી બંધાતી સાઈડ પર લઈ ગઈ હતી. જ્યાં બેઝમેન્ટમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પોલીસ કાર્યવાહી : સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એ. ચાવડાએ જણાવ્યું હતુ કે, રાજસ્થાન પોલીસ સમક્ષ બંને આરોપીઓએ કરેલી કબૂલાત પ્રમાણે પુત્રને સાથે લઈને ભાગ્યા હતા, પરંતુ બાદમાં તેમના પ્રેમ-પ્રકરણમાં આડખીલીરૂપ લાગતો હોવાથી તેની ક્રૂરતાથી હત્યા કરી નાંખી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ આરોપીઓને પરત બાંસવાડા લઈ જવાયા હતા. અહીં બંને વિરુદ્ધ હત્યાના કલમનો ઉમેરો કરવામાં આવશે.

  1. પ્રેમિકાને મળવા ગયેલા યુવાનની પ્રેમિકાના સગા ભાઈ,કાકા અને પિતરાઈ ભાઈએ કરી હત્યા - Murder Of A Young Man
  2. સુરતમાં બહેન સાથે મિત્રનો પ્રેમસંબંધ હોવાની શંકાએ મિત્રએ મિત્રની હત્યા કરી - Surat Crime

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.