જુનાગઢ: આજે શ્રાવણી પૂર્ણિમા સોમનાથ મહાદેવને આજે ચંદ્ર દર્શન શ્રીંગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. દક્ષ પ્રજાપતિ દીધેલા શ્રાપને ચંદ્રદેવે ને અહીં શાંતિ મળી હતી, ત્યારબાદ સોમનાથ મહાદેવનું સ્થાપન સ્વયંમ ભગવાન ચંદ્રએ કર્યું હતું તેને ધ્યાને રાખીને આજે સોમનાથ મહાદેવને ચંદ્ર દર્શન શૃંગારથી શોભાયમાન કરાયા હતા. જેના દર્શન કરીને શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર શ્રાવણી પૂનમના પાવન અવસરે ભગવાને સોમેશ્વર મહાદેવને ચંદ્ર દર્શન શ્રીંગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. દક્ષ પ્રજાપતિ દ્વારા ભગવાન ચંદ્ર ને આપવામાં આવેલા શ્રાપને સોમનાથની ભૂમિમાં મુક્તિ મળી હતી. મહાદેવ દ્વારા ચંદ્ર ભગવાનને આજ ભૂમિમાં તેજ અને પ્રભા પુનઃ પ્રાપ્ત થઈ હતી, જેથી પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં ભગવાને ચંદ્ર દ્વારા સ્વયમ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. જેને સોમેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવે છે.
આજે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલીને પ્રભાસ તીર્થક્ષેત્રમાં સોમેશ્વર મહાદેવ પર પોતાનો ઉજાસ પાથરી રહ્યા છે. આવા શુભ પ્રસંગે સોમેશ્વર મહાદેવને ચંદ્ર દર્શન શ્રીગારથી જે રીતે શોભાયમાન કરવામાં આવ્યા છે, તેના દર્શન કરીને શિવભક્તોએ પણ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.