સુરત: જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓ પર બિનવારસી હાલતમાં ચરસના જથ્થાઓ મળવાના સિલસિલો યથાવત છે.સુરત શહેરના હજીરા દરિયા કાંઠા પરથી વધુ એકવાર નશીલા ચરસનો જથ્થો મળી આવ્યો છે. જેને લઇને સુરત શહેર SOG ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ચરસના જથ્થાનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે એક પછી એક બિનવારસી હાલતમાં મળતા ચરસના જથ્થાને લઇને પોલીસ પણ ચિંતામાં મુકાઇ છે.
![સુરતના હજીરા દરિયા કિનારે બીજી વાર અફઘાની ચરસનો જથ્થો મળ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-08-2024/gj-surat-rural07-charas-gj10065_16082024161050_1608f_1723804850_179.jpg)
દરિયા કિનારેથી 7 ચરસના પેક મળ્યા: 48 કલાકની અંદર સુરત હજીરા દરિયાકાંઠા વિસ્તારથી ફરી એક વખત અફઘાની ચરસનો જથ્થો મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દોડતી થઈ હતી. હજીરામાં એસ્સાર કંપનીના પાછળના ભાગે રિક્લાઇમેન્ટ એરીયા નજીક દરિયાકિનારેથી અફઘાની ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ મળી આવ્યા છે. જેમાંથી 1 પેકેટ પર અરબી ભાષા લખવામાં આવ્યું છે. જેમાં 8 કિલો ચરસ છે જ તેની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
હજીરા દરિયા કિનારેથી અગાઉ ચરસ મળ્યું: અગાઉ સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા વિસ્તારમાંથી લગભગ પોણા 4 કિલો અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા હતા. જેની કુલ કિંમત 1.87 કરોડ રૂપિયા હતી. જો કે, 48 કલાકની અંદર ફરી એકવાર સુરતના હજીરા વિસ્તારના દરિયા કિનારેથી 8 કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું છે, જેની કુલ કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલી એસ્સાર કંપનીના પાછળના ભાગે રિક્લાઇમેન્ટ એરિયામાં દરિયાકિનારેથી અફઘાની ચરસના બિનવારસી 7 જેટલા પેકેટ મળી આવ્યા છે.