ભુજ: UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરી પોસ્ટ કરી શેર
UNESCO દ્વારા ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે અને આ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જમાં તેમણે લખ્યુ કે, ''ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ!'' UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે. 2001ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું. જે અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે. સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ગુજરાતવાસીઓને આપ્યા અભિનંદન
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ કચ્છનાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે અને આ અંગે પોતાનો શાબ્દિક પ્રતિભાવ એક્સ પર શેર કર્યો છે.