અમદાવાદ: શનિવારે રાજકોટના નાના મવા સ્થિત TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્યની સરકારે SITની રચના કરીને વહેલી તકે રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન પ્રારંભિક કાર્યવાહીને પગલે જ 7 જેટલાં અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમાં જેમા માર્ગ મકાન વિભાગના ઇજનેર, બે પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ટાઉન પ્લાનિંગ ઓફિસરોનો સમાવેશ થાય છે. IPS સુભાષ ત્રિવેદી અને IAS બંછાનિધી પાનીના ખાસ તપાસ દળ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ પોલીસ કમિશનરની પણ પુછપરછ થઈ છે. આ બંનેને રાતે અઢી વાગ્યા સુધી બેસાડી રાખવામા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટનાના કિસ્સામાં જવાબદાર વધુ એક અધિકારીને સસ્પેન્શન હેઠળ મૂકાયા છે. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે આગ દુર્ઘટનામાં જવાબદાર કુલ-૭ અધિકારીઓ સામે ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે જેમાં બે પોલીસ ઈન્સ્પેક્ટર, આર. એન્ડ બીમ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટંટ ટાઉન પ્લાનર, આસિસ્ટંટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડમાં પાંચ અધિકારીઓ સસ્પેન્ડ
TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઈમ બ્રાંન્ચને સોંપવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ છે. સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેજા હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ તપાસ ટીમના સભ્યો હશે.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ
- ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
- જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
- એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ
- વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા
- એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - ૨ (યુનિવર્સિટી)
- પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ
- રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકાની
તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે ગેમ ઝોનમાં આગની ઘટનાની સુઓમોટો પર કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી અને રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનેલા ગેમ ઝોનના રિપોર્ટ મંગાવ્યા હતા. ચાર શહેરોની નગરપાલિકાઓ આજે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ કેસની સુનાવણી કરશે. વકીલોએ પહેલા જ આરોપીનો કેસ લડવાની ના પાડી દીધી છે.