ETV Bharat / state

રાવળ સમાજની મહિલાના હત્યારાને સજાની માંગ સાથે રાવળ સમાજે પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યું - Murder in Siddhapur

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 10:59 PM IST

સિદ્ધપુરના લુખાસણ ગામે રાવળ સમાજની મહિલા કેસરબેનના હત્યારાને પકડી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે સિંધવાઈ માતાજી મંદિર ખાતે એકત્ર થઈ રેલી કાઢી પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યાના આરોપી ઝડપી કડક સજા કરવાની માંગ કરી હતી.

રાવળ સમાજની મહિલાના હત્યારાને સજાની માંગ સાથે રાવળ સમાજે પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યું
રાવળ સમાજની મહિલાના હત્યારાને સજાની માંગ સાથે રાવળ સમાજે પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યું (etv bharat gujarat)

પાટણ: શ્રી નવપરગણા રાવળ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ સિદ્ધપુરના લુખાસણ ગામે રાવળ સમાજની મહિલા કેસરબેન હત્યાના હત્યારાને પકડી કડક સજા કરવાની માંગ સાથે ગુજરાત ભરના રાવળ સમાજના ભાઈઓ-બહેનો સિંધવાઈ માતાજી મંદિર ખાતે એકત્ર થઈ રેલી કાઢી હતી. પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યાના આરોપી ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. રાવળ સમાજ દ્વારા કલેકટર ને આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે ગત તા. 20 જુલાઇ 2024ને શનિવારના રોજ સિધ્ધપુર તાલુકાના લુખાસણ ગામે દર શનિવારે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં અમારા નવપરગણા રાવળ સમાજની દિકરી નામે કેશરબેન શ્રીફળ તેમજ અગરબત્તીનું વેચાણ કરી તેના પરીવારનું ગુજરાન ચલાવતા હતા

લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી: શનિવારે સાંજે તેમના દિકરાને ફોન કરી લેવા આવવા માટે ટેલીફોનીક જાણ કરેલી અને તેમનો દીકરો તેમને લેવા માટે મંદિરના પ્રાંગણમાં પહોંચે તે પહેલા કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ભોગ બનનારનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરવામાં આવેલ અને ત્યારબાદ આ અજાણ્યા હત્યારાઓ દ્વારા ભોગ બનનારને મંદિરની બાજુની ઝાડીમાં 500 મીટર દુર લઈ જઈ નિર્મમ હત્યા કરી તે હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશીશ કરવામાં આવેલ છે. આ બનાવ બાબતે થોડાક સમયમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી અને તે બનાવની આખી રાત કેશરબેનની શોધખોળ બાદ બીજા દિવસે સવારે ભોગ બનનાર કેશરબેનની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જમીન ઉપર બેઠેલ સ્થિતિમાં મળેલી હતી.

હત્યારાઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર: આ બધો ઘટનાક્રમ જોતાં બનાવ હત્યાનો હોય તેવું જણાઈ આવે છે. અને આ બનાવને 10 દિવસ જેટલો સમય વીતવા છતાં - હત્યારાઓ હજુ સુધી પોલીસ પકડથી દુર કેમ છે.? જેથી નવપરગણા રાવળ સમાજની લાગણી સાથે માંગણી છે કે, પોલીસ તપાસ નિષ્પક્ષપણે અને તેજ ગતીએ કરવામાં આવે અને ભોગ બનનાર નવપરગણા રાવળ સમાજની દિકરી કેશરબેનના હત્યારાને જલ્દી પકડવામાં આવે અને તેની વિરૂદ્ધ હત્યાના ગુનાની એફ.આઈ.આર નોંધવામાં આવે. તેમજ આરોપી નહી પકડાય તો નવપરંગલા રાવળ સમાજ બેસી નહીં રહે પરંતુ આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે પ્રશાસનને સતત જાગૃત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આત્મહત્યામાં ખપાવામાં કોશિશ: નવ પરગણા રાવળ સમાજ પ્રમુખ રમેશ ડાભાની સમાજની દીકરીની હત્યા થઈ છે અને આત્મહત્યામાં ખપાવામાં કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસ કયાંક ધીમું સકેલતી હોય એવું સમાજને લાગી રહ્યું છે. હજુ સુધી હત્યારો કેમ પકડાયો નથી. હત્યારાને ઝડપી પકડો આમ જલ્દીમાં જલ્દી હત્યારાને પકડવામાં આવેદનપત્રમાં કડક સજા કરવામાં આવે હત્યા નો ગુનો દાખલ કરવામાં આવે આમ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તાત્કાલિક આ હત્યારાને પકડવામાં આવે આખા સમાજ વતી આ બનાવને વખોડી કાઢીએ છીએ અને આ હત્યારો નહીં પકડાય તો રાજ્ય લેવલે આંદોલન લઈ જવામાં આવશે અને જલદ પ્રોગ્રામો કરવામાં આવશે અને એના ઘેરા પ્રત્યાઘાતો બીજા સમાજમાં પણ પડશે તેમ જણાવ્યું હતું.

ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત: ગુજરાત રાવળ ઉત્તેજક મંડળના પ્રમુખ દેવેન્દ્ર રાવળ જણાવ્યું હતું કે, લુખાસણ ગામે કેસરબેનની હત્યાનો જે બનાવ બન્યો છે. તે બનાવને અમે વખોડીએ છીએ આજે આખા ગુજરાતમાંથી તમામ રાવળ સમાજ એકત્ર થઈ કલેકટર અને એસપીને આવેદનપત્ર અપીએ છીએ .જ્યાં સુધી કેસરબેનના હત્યારા નહીં પકડાય. ત્યાં સુધી આ સમાજ બેસવાનું નથી અને સાચા હત્યારાને પકડવા જોઈએ જે માટે અમે ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને જો ત્યાંથી ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી પણ રજૂઆત કરવાના છે અમારી એક જ રજૂઆત છે કે, કેસર બેનના હત્યારાને પકડવા જોઈએ. સરકારને જણાવીએ છીએ કે તાત્કાલિક કેસરબેનના હત્યારાને ઝડપી પાડી કેસરબેન અને રાવળ સમાજને ન્યાય અપાવે એવી માંગ કરી હતી.

  1. હર્ષ સંઘવીનો ખુલાસો: "મારું એકાઉન્ટ હેક નથી થયું, પરંતુ ફ્રોડ એકાઉન્ટ બન્યું છે." - Fake account of Home Minister
  2. બોગસ ડોક્ટર ઝડપાયો, એસઓજીની ટીમે દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો - a fake doctor in Rajkot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.