ETV Bharat / state

પાટણ જીલ્લાનું એક એવું ગામ જ્યાં 700 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થતી નથી, જાણો કેમ... - RAKSHA BANDHAN 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 19, 2024, 4:14 PM IST

સમી તાલુકાનું ગોધાણા ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનની ઉજવણી થતી નથી. બહેન ભાઈને રાખડી બાંધવા આવતી નથી પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે ગોધાણા ગામે જઈ રક્ષાબંધન ઉજવાય છે. RAKSHA BANDHAN 2024

પાટણના ગોધાણામાં શ્રાવણી પૂનમના રક્ષાબંધનની 700 વર્ષથી નથી થતી ઉજવણી
પાટણના ગોધાણામાં શ્રાવણી પૂનમના રક્ષાબંધનની 700 વર્ષથી નથી થતી ઉજવણી (Etv Bharat Gujarat)

પાટણ: સમી તાલુકાનું ગોધાણા ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનની ઉજવણી થતી નથી. બહેન ભાઈને રાખડી બાંધવા આવતી નથી પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે ગોધાણા ગામે જઈ રક્ષાબંધન ઉજવાય છે. ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સુતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષા બંધન. આ પર્વની ઉજવણી સામાન્ય રીતે દરેક જગ્યા પર શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. પણ પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોધણા ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનો પર્વ મનાવવામાં આવતું નથી.

700 વર્ષ પૂર્વેની ઘટના: આજથી 700 વર્ષ પૂર્વે શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના 4 યુવાનો પરંપરા મુજબ માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડામાંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા હતા. જ્યારે આ વાતની જાણ ગ્રામજનોને થતા તેઓ તળાવ ખાતે દોડી આવ્યા અને તળાવની બહાર કલાકો સુધી યુવાનો બહાર આવે તેની રાહ જોઈ બેસી રહ્યા પણ યુવાનોની કોઈ ભાળ મળી નહીં. છેવટે 4 યુવકો મૃત થયા હોવાનું સમજી ગામમાં પરત આવતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. તે દરમ્યાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ પણ આવતો હતો, પણ ગામમાં 4 યુવાનોનું મોત થતા શોકનો માહોલ પણ હતો.

ગામના મુખીના સપનામાં ગોધણશાપીર આવ્યા: ગ્રામજનોએ રક્ષાબંધન નહીં કરવા અંગે નિર્ણય કર્યો. દિવસો વીત્યા તે દરમ્યાન ગામમાં રહેતા મુખીને રાત્રી દરમ્યાન સ્વપ્ન આવ્યું. જેમાં ગ્રામજનોના આસ્થા સમાં ગોધણશાપીર દાદા આવ્યા અને તેમને કહ્યુ કે આવતીકાલે સવારે આખું ગામ ભેગુ થઈ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો. ત્યાં ડૂબેલ 4 યુવાનો તમને મળી જશે. આ પ્રકારના સ્વપ્નની વાત સવારે મુખીએ ગ્રામજનોને કરતા આખું ગામ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તળાવમાંથી 4 યુવાનો બહાર નીકળતા ગ્રામજનોએ જોતા મોટો ચમત્કાર થયો હતો. આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ તળાવમાંથી જીવિત બહાર આવ્યા હતા, ત્યારે ગામમાં રહેતી દીકરીઓએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.

ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળનો પ્રસાદ: આજે પણ 700 વર્ષની આ પરંપરા ચાલી આવે છે, અને આખું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતું નથી. પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આ દિવસે ગામ ખાતે આવેલ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળ ચઢાવીને દીકરીઓ ભાઈના હાથે રાખડી બાંધે છે. આ પ્રકારનો ઇતિહાસ ગ્રામજનો જણાવી રહ્યા છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગોધાણા ગામ ખાતે ગોધાણશાપીર દાદાનું મંદિર આવેલ છે અને ગ્રામજનોને દાદા પર અતૂટ શ્રદ્ધા પણ છે. ત્યારે ગામમાં દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ પૂર્વે ગામ આખું ઢોલના નાદ સાથે ભેગુ થાય છે અને તેમાંથી 4 યુવાનો ગામ તળાવમાંથી માટલીમાં પાણી ભરી લાવે છે. ત્યારબાદ ગામની સીમમાં દોડનું આયોજન કરવામાં આવતું તેવી પરંપરા હતી.

શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન ઉજવણી નથી થતી: ગામની દીકરીઓ પણ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતી નથી, પણ ભાદરવા સુદ તેરસના દિવસે દીકરીઓ ગામમાં આવે છે. તેમના ભાઈના હાથમાં રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આ પ્રકારે 700 વર્ષ પૂર્વેની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ગામમાં ચાલી આવતી 700 વર્ષ જૂની પરંપરા માત્ર ગામની દીકરીઓ નહીં, પણ ગામમાં પરણીને આવેલ સ્ત્રી પણ આ પરંપરા જાળવી રહી છે અને તે મુજબ ભાદરવા સુદ તેરસના રોજ તેઓ પણ તેમના પિયરે જઇ તેમના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આમ ગામની દીકરીઓની સાથે ગામમાં પરણીને આવેલ દરેલ સ્ત્રી પણ પરંપરા નિભાવે છે. ગામમાં જે પ્રકારે ઘટના બની. ત્યારબાદ ગામની તમામ દીકરીઓ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા દીકરીઓ ગામમાં આવે છે. અને તેમના ભાઈને હાથ પર રાખડી બાંધી અને પર્વની ઉજવણી કરે છે.

  1. 'યે રાખી બંધન હૈ ઐસા', ભાજપની મહિલા કાર્યકરોએ CM ભુપેન્દ્ર પટેલને બાંધી રાખડી - Raksha bandhan 2024
  2. રક્ષાબંધનને લઈ આ ગામની છે અનોખી પરંપરા, જુઓ આ વિશેષ અહેવાલમાં - rakshabandhan 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.