ETV Bharat / state

સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવોત્સવનું આયોજન - Shravan 2024

આગામી 5 ઓગસ્ટ, સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમના સમન્વય સાથે શ્રાવણ માસના 30 દિવસ શિવોત્સવ ઉજવવાનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવોત્સવ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવોત્સવ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 1:53 PM IST

ગીર સોમનાથ : આગામી 5 ઓગસ્ટ, સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભજન, ભોજન અને ભક્તિના સમન્વય સમાન શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકોને દર્શનથી લઈને સુરક્ષા, રહેવાથી લઈને ભોજન પ્રસાદ અને અન્ય તમામ વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરી શકાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસ દરમિયાન અંદાજે 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ પહોંચતા હોય છે. ત્યારે સોમનાથ આવેલા પ્રત્યેક શિવભક્તને દર્શનથી લઈને રહેવા, ભોજન પ્રસાદ અને સુરક્ષાની સાથે અન્ય તમામ જરૂરિયાતો બિલકુલ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવોત્સવનું આયોજન (ETV Bharat Reporter)

શિવભક્તો માટે વિશેષ સુવિધા : સોમનાથ મંદિર ટ્રસ્ટના તમામ કર્મચારીઓને દર્શને આવતા શિવભક્તને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. સોમનાથ મંદિર શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યે પ્રત્યેક શિવભક્ત દર્શન કરી શકે તે માટે ખુલ્લુ મુકવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઓનલાઈન પૂજા પણ કરી શકશે. ઓનલાઇન પૂજામાં જોડાયેલા તમામ શિવભક્તને નમન, ભસ્મ, રુદ્રાક્ષ મહાદેવની પ્રસાદી રૂપે પોસ્ટ દ્વારા મોકલી આપવાની વ્યવસ્થા પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

30 દિવસનો શિવોત્સવ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવેલા પ્રત્યેક શિવભક્ત માટે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પ યોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ અને સંકલ્પ સાથે ધાર્મિક ક્રિયા વિધિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક શિવભક્ત 25 રૂપિયાની ન્યોછાવર દાનથી મહામૃત્યુંજય યજ્ઞમાં પણ સામેલ થઈ શકશે, જેમાં દ્રવ્ય, રક્ષા, કંકળ અને આહુતિ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે.

સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ (ETV Bharat Reporter)

પ્રારંભે રામકથા, ઉત્તરાર્ધમાં શિવકથા : શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ મહાદેવ સમીપે રામકથા અને શ્રાવણ મહિનાના ઉત્તરાર્ધમાં શિવ કથાનું પણ વિશેષ આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન કર્યા બાદ કોઈપણ શિવભક્ત મંદિરના ગર્ભગૃહમાં રોકાઈ શકશે નહીં, તેમજ આરતીના સમયમાં પણ કોઈ પણ શિવભક્ત ગર્ભગૃહમાં ઊભા રહી શકશે નહીં. પ્રત્યેક શિવભક્તને સોમનાથ મહાદેવના દર્શન અને આરતીનો લાભ મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશેષ પૂજન માળખું : સોમનાથ મંદિર પરિસરમાં આવેલા સંકીર્તન ભવનમાં પણ વિશેષ પૂજન માળખું ઊભું કરવામાં આવ્યું છે. જેમાં પણ શિવભક્ત સ્વયં હાજર રહીને શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પૂજા અને યજ્ઞમાં સામેલ થઈ શકે તેવી વ્યવસ્થાપન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. અંદાજે દસ લાખ કરતાં વધુ શિવભક્તો શ્રાવણ માસમાં સોમનાથ આવતા હોય છે. ત્યારે સફાઈની સમગ્ર જવાબદારી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુપેરે કરવાની વ્યવસ્થા પણ પૂરી કરી દેવામાં આવી છે.

ભજન અને ભોજન વ્યવસ્થા
ભજન અને ભોજન વ્યવસ્થા (ETV Bharat Reporter)

મહાદેવના વિવિધ શણગાર : શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન સાથે મહાદેવનો શણગાર પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના 30 દિવસ દરમિયાન અલગ અલગ શૃંગારથી સોમનાથ મહાદેવને દિવ્યમાન બનાવવામાં આવશે. જેમાં મુખ્યત્વે બિલ્વ શૃંગાર, રુદ્રાક્ષ અને ભસ્મના શૃંગારની સાથે વૈષ્ણવ દર્શન અને કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે કૃષ્ણ દર્શન શ્રૃંગાર પણ કરવામાં આવશે.

સોમનાથ મહાદેવની પાલખી યાત્રા : શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું પણ આયોજન કરાયું છે. જેમાં પ્રત્યેક સોમવારની સાથે પૂર્ણિમા માસિક, શિવરાત્રી અને અમાસના દિવસે પાલખીયાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવશે. પાલખીયાત્રામાં સામેલ થવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય છે. સોમનાથ મંદિરમાં ભગવાન સોમેશ્વર મહાદેવની પાલખી યાત્રાના દર્શન પણ શ્રાવણ મહિનામાં ખૂબ જ અલૌકિક હોય છે. જેથી પાલખીયાત્રામાં વિશેષ પ્રમાણમાં શિવભક્તો હાજર રહેતા હોય છે

દિવ્યાંગ અને વૃદ્ધો માટે વિશેષ વ્યવસ્થા : સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં દિવ્યાંગ અને વૃદ્ધો માટે દર્શન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. સોમનાથ મંદિરના પાર્કિંગથી લઈને મંદિર પરિસર સુધી દિવ્યાંગો અને વૃદ્ધોને વાહન મારફતે વિનામૂલ્યે લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય પ્રત્યેક દિવ્યાંગ અને વૃદ્ધોને દર્શનમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

દિવ્યાંગ અને વૃદ્ધો માટે વિશેષ વ્યવસ્થા
દિવ્યાંગ અને વૃદ્ધો માટે વિશેષ વ્યવસ્થા (ETV Bharat Reporter)

ભજન અને ભોજન વ્યવસ્થા : સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે ઘણા સ્થળોએ RO પાણી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ સોમનાથ આવેલા પ્રત્યેક શિવભક્ત મહાદેવનો પ્રસાદ અને પૂજા વિધિ પોતાની સાથે લઈ જઈ શકે તેમજ તેમનો સામાન અને જૂતા સુરક્ષિત રીતે રાખી શકે તે માટે ક્લોકરૂમ અને જુતા ઘરની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સુચારુ સુરક્ષા વ્યવસ્થા : સોમનાથ મંદિર અને સમગ્ર પરિસર ઝેડ પ્લસ સુરક્ષામાં આવતું હોવાના કારણે અહીં સોમનાથ પોલીસ, SRP સહિત ખાસ બ્લેક કેટ કમાન્ડો તૈનાત રહેશે. જેઓ મંદિરની સુરક્ષાની સાથે દર્શન માટે આવતા પ્રત્યેક શિવભક્તને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેનું ધ્યાન રાખશે. ભક્તો એકદમ સુરક્ષિત રીતે મહાદેવના દર્શન કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ જિલ્લા પોલીસ દ્વારા ઉભી કરવામાં આવી છે. સાથે જ સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ પણ કામ કરતા જોવા મળશે.

  1. શ્રાવણ માસમાં શિવભક્તો માટે વિશેષ બિલ્વ પૂજાનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન
  2. ઉત્તરભારતમાં શ્રાવાણ માસનો પ્રારંભ, પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.