ગાંધીનગર: રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોએ સરકાર સામે બાંય ચડાવી છે. તેમણે કમિશન વધારવા માટે ગાંધીનગર સચિવાલયમાં રજુઆત કરી છે. દુકાનદારોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી છે.
સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર: રાજ્યમાં વધુ એકવાર સસ્તા અનાજની દુકાનદારોને હડતાળના રસ્તે જઈ રહ્યા છે. 2022 માં જાન્યુઆરી-મે મહિના સુધી થયેલા GR અમલીકરણ ન થતાં દુકાનદારો નારાજ છે. સરકારે વર્ષ 2022 માં 300 કાર્ડ ધારક દુકાનદારને માસિક રૂ. 20 હજાર કમિશનર GR કર્યો હતો. સરકારે જાહેરાત કર્યા બાદ પણ GR નો આજ દિન સુધી અમલ કર્યો નથી. GR નો અમલ ન થતાં સસ્તા અનાજની દુકાનચાલકોમાં નારાજગી ફેલાઇ છે.
GR ના અમલીકરણ માટે દુકાનદારોની રજૂઆત: GR ના અમલીકરણ માટે સસ્તા અનાજ દુકાનદારોએ રજુઆત કરી હતી. જેમાં 300 રેશનકાર્ડની લિમિટ કાઢવાની રજૂઆત કરી બાદ વધુ એક GR થયો હતો. રજૂઆત બાદ થયેલ GR માં 97 ટકા દુકાનદારો ફિંગર પ્રિન્ટ હશે તેને કમિશન મળશે. બન્ને GR બાદ પણ સસ્તા અનાજ દુકાનદારો કમિશનર અંગે વધુ એક રજૂઆત કરી છે. રજૂઆત બાદ ઉકેલ નહી આવે તો સસ્તા અનાજ દુકાનદારો આંદોલન ચીમકી આપી છે.
આ પણ વાંચો: