ETV Bharat / state

તહેવારની મજા માતમમાં ફેરવાઈ, માંડવીના દરિયામાં પિતા પુત્રના ડૂબી જતાં મોત

નવા વર્ષની ઉજવણી માટે માંડવી બીચ પર ફરવા આવેલા પિતા-પુત્રના ડૂબી જતા મોત નીપજ્યાં છે. જેના કારણે પરિવારમાં શોક પ્રસરી ગયો છે.

માંડવીના દરિયામાં પિતા પુત્રના ડૂબી જતાં મોત (પ્રતિકાત્મક તસ્વીર)
માંડવીના દરિયામાં પિતા પુત્રના ડૂબી જતાં મોત (પ્રતિકાત્મક તસ્વીર) (Getty image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2024, 10:43 PM IST

માંડવી: કચ્છના માંડવીનો દરિયા કિનારો એક પરિવાર માટે નવા વર્ષે જીવલેણ સાબિત થયો છે. નવા વર્ષની ઉજવણી માટે માંડવી બીચ પર ફરવા આવેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ થયું છે. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમનો પુત્ર દરિયામાં ડૂબી જતાં મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પિતા-પુત્રના મૃત્યુંથી મહેશ્વરી પરિવારમાં શોકનું મોજું ફરી છે.

માંડવી પોલીસ સ્ટેશનમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક 37 વર્ષીય કિશન ગાંગજીભાઈ મહેશ્વરી તેમના 13 વર્ષના પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં સૌ વિન્ડફાર્મ નજીક સ્વામિનારાયણ હોલી બીચ સામે સમુદ્રમાં નહાતાં હતાં તે સમયે એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશનભાઈ તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે, મૃતક કિશનભાઈ અંજારમાં ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નવા વર્ષના મોટાં દિવસોમાં સર્જાયેલી આ દુર્ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે કચ્છના માંડવી બીચ પર અવારનવાર ડૂબી જવાથી મોતના બનાવો બનતા હોય છે. ત્યારે માંડવી નગરપાલિકા,માંડવી પોલીસ સ્ટેશન અને વહીવટી તંત્ર સૌ સાથે મળીને આ દુર્ઘટનાઓ ઘટે તેમજ ના ઘટે તે માટે યોગ્ય પગલાં ભરે તે આવશ્યક છે.

  1. ભાઈબીજના પર્વે સૌરાષ્ટ્રનો આ બીચ સહેલાણીઓથી ઉભરાયો, સમુદ્ર સ્નાનની પણ અલગ પરંપરા
  2. દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.