ETV Bharat / state

ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શાપુર અને વંથલીનો ડેમ થયો ઓવરફ્લો, જુઓ રમણીય તસવીરો... - Shapur and Vanthali dams overflowed

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 4:12 PM IST

જુનાગઢના ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર અને દાતારની પહાડીઓમાં પડેલા વરસાદને કારણે શાપુર અને વંથલીનો ઓઝત વિયર ડેમ તેમજ જૂનાગઢ નજીક આવેલ આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જુનાગઢમાં ધીમીધા રે સતત વરસાદ, ડેમો પાણીથી છલકાય
જુનાગઢમાં ધીમીધારે સતત વરસાદ, ડેમો પાણીથી છલકાય (Etv Bharat Gujarat)

જુનાગઢ: પાછલા 12 કલાકથી જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજા ધીમીધારે પરંતુ મક્કમ રીતે બેટિંગ કરી રહ્યા છે, જેને કારણે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગિરનાર અને દાતારની પહાડીઓમાં પડેલા વરસાદને કારણે શાપુર અને વંથલીનો ઓઝત વિયર ડેમ તેમજ જૂનાગઢ નજીક આવેલ આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે.

જુનાગઢમાં મેઘરાજાની ધીમીધારે મક્કમ બેટિંગ: સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે જિલ્લાના મોટાભાગના તાલુકામાં સરેરાશ 1 ઇંચ થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. ગિરનાર અને દાતારના પહાડોમાં પડેલા ભારે વરસાદને પગલે જુનાગઢના શાપુર અને વંથલી નજીક આવેલા ઓઝત વિયર છલોછલ થતા ઓવરફ્લો થઈ રહ્યા છે. તો બીજી તરફ જુનાગઢ નજીક આણંદપુર ગામમાં આવેલો આણંદપુર ડેમ પણ છલોછલ ભરાઈને ઓવરફ્લો થતા ડેમમાંથી વરસાદી પાણી ઓઝત નદીમાં વહેતું જોવા મળી રહ્યું છે. જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તેમજ સલામત સ્થળે ખસી જવાની વિનંતી કરી છે.

જુનાગઢમાં ધીમીધારે સતત વરસાદ, ડેમો પાણીથી છલકાય

સોરઠ પંથકમાં પડેલ વરસાદના આંકડા: સોરઠ પંથકમાં પાછલા 24 કલાકથી સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને બદલે વંથલીમાં 8.62 ઇંચ, માણાવદરમાં સૌથી વધારે 12 ઇંચ, જુનાગઢ શહેર અને તાલુકામાં 6 ઈંચ, ભેસાણમાં 05.05 ઇંચ, વિસાવદરમાં 09.25 ઇંચ, મેંદરડા માં 08.45 ઇંચમ, કેશોદમાં 05, તેમજ સૌથી ઓછો વરસાદ માંગરોળમાં માત્ર 02.50 ઇંચ નોંધાયો છે. તો બીજી તરફ ગીર ગઢડામાં 1.88 ઈંચ, તાલાળામાં માત્ર 0.66 ઇંચ, વેરાવળમાં 1.25, સુત્રાપાડામાં 3.11 ઈંચ, કોડીનાર માં સૌથી વધુ 3.14,અને ઉના પંથકમાં 1.45 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. જેથી સોરઠ પંથકમાં વરસાદી શક્યતા ઊભી થઈ છે.

  1. ડુમસ બીચને સ્વચ્છ કરવાનો પ્રયાસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયરની આગેવાનીમાં સ્વચ્છતા ડ્રાઈવ - Cleanliness Drive at Dumas Beach
  2. નવસારીમાં મેઘ મહેર યથાવત, ખેરગામ તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ - rain in navsari

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.