- રાજકોટ: સ્કૂલવાન ચાલક એસોસિએશન દ્વારા અમુક માંગો પૂર્ણ ન થવાના પગલે હડતાળ કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે સ્કૂલવાન ચાલક એસોસિએશનની આ હડતાળ સમેટી લેવામાં આવી છે. સ્કૂલવાન ચાલક એસોસિએશને આઅ મુદ્દે જણાવતા કહ્યું કે, વાલીઓ દ્વારા સ્કૂલવાનના વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં લઇ જવાનું શરૂ કરવામાં આવ્યું છે જેને પરિણામે અમારા સ્કૂલવાન ચાલકોની રોજી રોટી છીનવાઈ રહી છે. જેથી અમે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવાનું શરૂ કરીએ છીએ. જો કે, RTO તંત્રના વ્યવહારુંને બદલે કડક નિર્ણય સામે અમારો વિરોધ યથાવત છે.
RTOના કડક નિયમ પાલન સામે હડતાલ થઈ હતી: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સ્કુલવાન ચાલકોએ RTO કડક નિયમ પાલન સામે હડતાલ શરુ કરવામાં આવી હતી. RTOના આઅ નિયમ અનુસાર, સ્કૂલવાનમાં CNG કીટ ઉપર બાંકડા હોય તો ટેક્સી પાસિંગ કરાવી આપવામાં આવતું નથી. જ્યારે રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં આ પ્રકારનો કોઈ નિયમ નથી. ઉપરાંત રાજકોટ RTO કચેરી દ્વારા તમને સ્કૂલવાનમાં CNG કીટ ઊપર બાંકડા મૂકવાની મંજૂરી આપવામા આવે તો જ 14 વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. આમ આઅ નિયમો સામે આવતા શાળાઓ શરૂ કરવા માટે શરતી મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. આઅ પ્રકારની તમામ પ્રક્રિયા માટે સમય જશે તેથી એસોસિએશન દ્વારા સ્કૂલ વાનચાલકોને 3 માસની મુદ્દત આપવાની માંગ કરવામાં આવી હતી.
ચાલકોની રોજી રોટી છીનવાઈ રહી છે: પરંતુ તંત્ર હાલ કડક વલણ રાખવાના પગલે ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ જેવી બીજી કોઈ ઘટના ન બને જેથી રાજકોટના સ્કૂલવાન ચાલક એસોસિએશનના બહાદુરસિંહ ગોહિલે હડતાળ સમેટી લીધાનું એલાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "સ્કૂલવાનના વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં લઇ જવાનું શરૂ કરવામાં આવતા અમારા સ્કૂલવાન ચાલકોની રોજી રોટી છીનવાઈ રહી છે. જેથી આમે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવાનું શરૂ કરી છીએ." તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "પરંતુ RTO તંત્રના વ્યવહારુંને બદલે કડક નિર્ણય સામે અમારો વિરોધ યથાવત રહેશે."