અમદાવાદ: અદાણી પોર્ટફોલિયોની ફ્લેગશિપ ઈન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે સ્થાનિક ક્ષેત્રોમાં કેશોદ, ગુવાહાટી, દીમાપુર હિસાર, અગરતલા, પોર્ટ બ્લેર, જલગાંવ, કોલ્હાપુર, તિરુવનંતપુરમ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં દા નાંગ અને મસ્કત સાથે જોડાશે. 27મી ઓક્ટોબર 2024 થી શરૂ શિયાળુ સમયપત્રક 29મી માર્ચ 2025 સુધી ચાલુ રહશે. નવા સ્થળોનો ઉમેરો અને હાલના સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે વધારાની ફ્લાઈટ્સ મળશે.
હાલમાં, અમદાવાદ એરપોર્ટ પર દૈનિક સરેરાશ 269 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) જોવા મળે છે, હવે નવા શિયાળુ સમયપત્રક સાથે દૈનિક ATM 300ના આંકડાને સ્પર્શે તેવી અપેક્ષા છે. કંપની એવો પણ દાવો કરી રહી છે કે આ સીમાચિહ્ન બંને ટર્મિનલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડશનને કારણે શક્ય બન્યું છે. ટેક્નોલોજીકલ અપગ્રેડેશનમાં ડિજી યાત્રા ટર્મિનલ પર એન્ટ્રી ગેટ - 1 ડિપાર્ચર સાથે ડિજી યાત્રા, યુઝર્સ માટે પ્રી-સિક્યોરિટી ચેક એરિયામાં અલગ લેન અને મુસાફરો માટે વધારાના સેલ્ફ-બેગેજ ડ્રોપ કાઉન્ટર વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એસી વોલ્વો બસોની કનેક્ટીવીટીથી અમદાવાદની નજીકના શહેરો રાજકોટ અને વડોદરાને જોડવા માટે એક ખાસ પહેલ કરવામાં આવી હતી.
ખાસ માહિતીઃ
- નવા સ્થાનિક સ્થળોમાં ગુવાહાટી, હિસાર, કેશોદ, જલગાંવ, કોલ્હાપુર અને તિરુવનંતપુરમનો સમાવેશ
- અગરતલા, દીમાપુર અને પોર્ટ બ્લેર વન-સ્ટોપ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા જોડાશે
- નવા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં દા નાંગ અને મસ્કતનો સમાવેશ
- સ્થાનિક ક્ષેત્રોમાં મુખ્ય આવર્તન વધારો: દિલ્હી, બેંગ્લોર, ચંદીગઢ, મુંબઈ અને પુણે
- આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં મુખ્ય આવર્તન વધારો: લંડન (ગેટવિક), કુઆલાલંપુર અને બેંગકોક
કંપનીના હાલના પ્લાનીંગ અનુસાર, મોટાભાગની એરલાઇન્સ નવી ફ્લાઇટ્સ શરૂ કરશે તેમજ SVPI એરપોર્ટથી કનેક્ટિવિટી વધારતા આગામી શિયાળાના સમયપત્રકમાં હાલના ક્ષેત્રોની ફ્રીક્વન્સીમાં વધારો કરવામાં આવશે. ઈન્ડિગો એરલાઈન્સ ગુવાહાટી અને તિરુવનંતપુરમ માટે નોન-સ્ટોપ ફ્લાઈટ્સ અને દીમાપુર અને અગરતલા માટે વન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના બનાવી રહી છે, જેનાથી પૂર્વમાં કનેક્ટિવિટી વધશે.
સંસ્થાનું કહેવું છે કે, પ્રવાસીઓ વિસ્તારા એરલાઇન દ્વારા બેંગ્લોર અને દિલ્હી માટે વધુ ફ્રીક્વન્સીની અપેક્ષા રાખી શકે છે, જ્યારે એર ઈન્ડિયા દિલ્હી માટે તેની સાપ્તાહિક ઉડાન વધારી રહી છે. અકાસા એર ટૂંક સમયમાં શ્રીનગર, બાગડોગરા અને પોર્ટ બ્લેર માટે વન-સ્ટોપ ફ્લાઈટ શરૂ કરશે. આ સિવાય એરલાઈન દિલ્હી અને બેંગ્લોર માટે તેના સાપ્તાહિક વિકલ્પો પણ વધારી રહી છે. સ્પાઇસજેટ પટના, ગોવા (મોપા) અને કોલકાતા માટે તેની ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરી રહી છે જ્યારે અયોધ્યામાં ફ્રીક્વન્સીઝ ઉમેરી રહી છે અને તેના સુંદર અને શાંત દરિયાકિનારા માટે જાણીતા દીવ જેવા નવા ક્ષેત્રો રજૂ કરી રહી છે.
વર્તમાન શિયાળુ સમયપત્રકમાં એલાયન્સ એર ત્રણેય નવા સ્થળો હિસાર, કેશોદ અને જલગાંવ સાથે જોડાશે. સ્ટાર એર નોન-સ્ટોપ ફ્લાઇટ્સ સાથે કોલ્હાપુરી ચપ્પલ અને તેના અનન્ય સ્થાનિક દાગીના માટે જાણીતા કોલ્હાપુર શહેર સાથે જોડાશે.
કંપનીએ આ અંગે વધુ માહિતી આપી હતી કે, આંતરરાષ્ટ્રીય શહેરોની મુસાફરી કરતા પ્રવાસીઓને વિયેટજેટ એરલાઇન દા નાંગ માટે નવી નોનસ્ટોપ ફ્લાઇટ્સ સાથે અનેક નવા સેક્ટર અને ફ્રીક્વન્સીઝ ઉમેરાશે. SVPI એરપોર્ટથી જઝીરા કુવૈત માટે તેની ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરશે. એર ઇન્ડિયા લંડન (ગેટવિક) માટે સાપ્તાહિક આવર્તન વધારી રહી છે અને સ્પાઇસજેટ મસ્કત માટે નવી ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે.
ચાલુ વર્ષે શિયાળાની સિઝનમાં SVPIA પ્રવાસીઓ માટે આગામી નવા વર્ષની ઉજવણી કરવા અને વિવિધ તહેવારો વચ્ચે તેમની રજાઓનો આનંદ માણવા માટે પૂરતી તકો પૂરી પાડી છે. તે વધતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સાથે બિઝનેસ અને લેઝર પ્રવાસીઓને ફાયદો થશે. આ વધારા સાથે SVPIA હવે 7 એરલાઇન્સ સાથે 48 સ્થાનિક સ્થળો અને 20 એરલાઇન્સ સાથે 17 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાય છે.
અસ્વીકરણ: મહેરબાની કરીને નોંધ કરશો કે એરલાઇન્સ ઓપરેશનલ જરૂરિયાતોને આધારે ઉપર જણાવ્યા મુજબ ગંતવ્યોમાં ફેરફાર કરી શકે છે. તેથી, સમયપત્રકમાં ફેરફારની શક્યતા છે.