ETV Bharat / state

સરદાર પટેલન પરના નિવેદનને લઈને કંગનાને લીગલ નોટિસ, જાણો માફી નહીં માંગશે તો શું થશે? - Kangana statement - KANGANA STATEMENT

ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર કંગના રનૌતને સુરતના સંજય ઈઝવાએ લીગલ નોટિસ મોકલી છે. સરદાર પટેલને લઇ કંગના દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને આ નોટિસ મોકલવામાં આવી છે. Sanjay Izwa of Surat has sent a legal notice on Kangana's statement regarding Sardar Patel

Etv BharatSanjay Izwa
Etv BharatSanjay Izwa
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 24, 2024, 9:57 PM IST

સુરત: બોલીવુડ સ્ટાર અને હાલ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર કંગના રનૌતને સુરતના સંજય ઈઝવાએ લીગલ નોટિસ મોકલી છે. કંગના હાલ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની ઉમેદવાર છે. કંગના પ્રચાર દરમિયાન તેઓ અનેકવાર વિવાદિત નિવેદન આપતી જોવા મળી છે.

કોણ છે સંજય ઈઝવા: વિવાદિત નિવેદનમાં ખાસ કરીને તેઓએ સુભાષચંદ્ર બોઝને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જણાવ્યા હતા. એટલું જ નહીં એક નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલને અંગ્રેજી આવડતું ન હતું આ જ કારણ છે કે તેઓ વડાપ્રધાન બની શક્યા નહોતા. તેમના આ નિવેદનથી નારાજ થઈ સુરતના સંજય ઈઝવા દ્વારા આ લીગલ નોટીસ તેમને મોકલવામાં આવી છે. સંજય RTI એક્ટિવિસ્ટ છે અને તેઓ 13 થી પણ વધારે વખત PIL ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી ચૂક્યા છે.

સરદાર પટેલ અંગ્રેજીમાં ભણ્યા હતા: લીગલ નોટિસ મોકલનાર સંજય ઈઝવા જણાવ્યું હતું કે, કંગના આ પહેલા પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે ખાસ કરીને તેઓએ જણાવ્યું હતું કે, ભારતને આઝાદી વર્ષ 2014માં મળી છે. તેઓએ દેશના સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું છે. સાથે લોહ પુરુષ સરદાર પટેલ વિશે પણ તેઓ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. સરદાર પટેલ કરોડો દેશવાસીઓના હૃદયમાં વસે છે.

દર વખતે ઇતિહાસનું અપમાન: સંજય ઈઝવાએ જણાવ્યું હતું કે, વારંવાર તેઓ ભારતના ઇતિહાસનું અપમાન કરતી આવે છે. કંગનાને ખબર નથી કે, સરદાર પટેલ અનેકવાર પોતાનું ભાષણ અંગ્રેજીમાં આપી ચૂક્યા છે. આ લીગલ નોટિસ આપી માફીની માંગણી કરવામાં આવી છે. તેમના નિવેદન સંબંધિત અનેક પુરાવા છે. અમારી માંગણી છે કે, તેઓ દસ દિવસમાં જાહેરમાં માફી માંગે અથવા તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા પરંતુ તેઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પણ અનેકવાર વિવાદિત નિવેદન આપે છે.

  1. સુભાષ ચંદ્ર બોઝને ભારતના પ્રથમ વડાપ્રધાન કહેવા બદલ ટ્રોલ થઈ રહેલી કંગના રાનૌતે આખરે મૌન તોડ્યું છે, જાણો શું કહ્યું - કંગના રનૌત - kangana ranaut reacts to trolls

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.