સુરત: શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવેલી સારવાર માટે પાલિકાના નીતિ નિયમો અનુસાર જરૂરિયાતમંદ દર્દીઓને થયેલા ખર્ચ બાબતે મેયર નિધિમાંથી આર્થિક સહાય મેળવવા અરજીઓ કરવામાં આવી હતી. જેમાં મેયરનિધિની મળેલી મિટિંગમાં 498 જેટલા લાભાર્થીઓની 1.11 કરોડની સહાય મજુર કરીને આવી હતી.
15 દિવસમાં સહાય લાભાર્થીને પહોચતી કરાઇ
મેયરનિધિ સમિતિની આર્થિક સહાયની સૌથી ઝડપી ચુકવણી છે, જેમાં મિટિંગમાં મંજુર થયાના ફક્ત 15 દિવસમાં જ આ સહાય લાભાર્થીને પહોંચતી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના સરદાર ખંડમાં મેયર દક્ષેશ માવાણી, ડે. મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, અધ્યક્ષ સ્થાયી સમિતિ રાજન પટેલ, મેયર નિધિ સમિતિના સદસ્યો, વિવિધ સમિતિના અધ્યક્ષ ઓની હાજરીમાં મેયરનિધિના લાભાર્થીઓને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.