ETV Bharat / state

શિષ્યવૃત્તિની કામગીરીમાં ડિજિટલ ડખો : જાણો કેમ વિદ્યાર્થીઓ હજુ પણ શિષ્યવૃતિથી વંચિત - Ration Card eKYC

ભાવનગર શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત છે. આ અંગેનું કારણ જાણવા ETV Bharat દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી. લોકો પોતાની કેટલીક ભૂલો અને નિયમ પ્રમાણે સરકારી દસ્તાવેજો નહીં ધરાવતા હોવાથી આ યોજનાનો લાભ ચૂકી રહ્યા છે. જાણો સમગ્ર વિગત...

શિષ્યવૃત્તિની કામગીરીમાં ડિજિટલ ડખો
શિષ્યવૃત્તિની કામગીરીમાં ડિજિટલ ડખો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 10:43 AM IST

ભાવનગર : રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં શિષ્યવૃતિની ગત વર્ષની સ્થિતિ અને ચાલુ વર્ષમાં કેવી સ્થિતિ છે તે જાણવા ETV Bharat દ્વારા પ્રયાસ કરાયો છે. ક્યાંક શિષ્યવૃત્તિ મળી નથી, તો ક્યાંય પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવી રહી છે. શિક્ષકો પણ પરેશાન થયા છે. ચાલો જાણીએ...

શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ : ભાવનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત કુલ 68 જેટલી શાળાઓમાં હાલમાં 30,452 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી 24,094 જેટલા બાળકો શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર થાય છે.

શિષ્યવૃત્તિની કામગીરીમાં ડિજિટલ ડખો, જાણો કેમ (ETV Bharat Gujarat)

શિષ્યવૃત્તિ મેળવવાની પ્રક્રિયા : સરકારના નોમ્સ મુજબ બેન્ક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કરવાનું હોય છે. હવે નવી જોગવાઈ મુજબ રેશનકાર્ડને પણ e-KYC મારફત લીંક કરવાનું હોય છે. બધી જ વસ્તુ તૈયાર થાય પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે તે વિદ્યાર્થીઓને કેટેગરી મુજબ શિષ્યવૃતિ મળવાપાત્ર થતી હોય એની પ્રપોઝલ ક્રિએટ કરવામાં આવે છે. આ પ્રપોઝલની વિભાગ દ્વારા ચકાસણી થાય ત્યારબાદ PFMS માં જાય છે. ત્યાં એપ્રુવલ થયા બાદ બેન્ક એકાઉન્ટ દ્વારા ડીજીટલ ગુજરાત પોર્ટલ સાથે જે બાળકોનું આધાર કાર્ડ લિંક થયું છે અને બેંક સાથે વેરિફિકેશન થયું છે, એને શિષ્યવૃતિ મળે છે.

શિષ્યવૃતિની દરખાસ્તની સ્થિતિ
શિષ્યવૃતિની દરખાસ્તની સ્થિતિ (ETV Bharat Gujarat)

રેશનકાર્ડ e-KYC કામગીરી : હાલ રેશનકાર્ડ e-KYC કામગીરી ચાલુ છે. જેમાં 15,000 જેટલા બાળકો એવા છે કે જેમની પ્રપોઝલ શાળા દ્વારા ક્રિએટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એવા ઘણા બાળકો છે કે, જેમના આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક નથી અથવા e-KYC બાકી છે. હાલમાં કુલ 24000 બાળકો પૈકીના લગભગ 2,100 જેટલા બાળકોના e-KYC 8 થી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. ચાલુ મહિનાની 30 તારીખ સુધીમાં બાકીની e-KYC કામગીરી શાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

શિષ્યવૃતિની પ્રક્રિયામાં આવતી સમસ્યા : ભાવનગરની AV સ્કૂલના આચાર્ય હેતલબેન ઠાઠાગરે જણાવ્યું કે, શિષ્યવૃતિની કામગીરી જૂન મહિના પહેલા શરૂ થઈ છે. અમે પણ ડોક્યુમેન્ટ કલેક્શનની સાથે શિષ્યવૃત્તિની એન્ટ્રી માટે સતત કાર્યશીલ છીએ. દરરોજ અમે બે થી ત્રણ કલાક આ કાર્ય પાછળ આપીએ છીએ. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નિયત સમયમાં મળી રહે તે માટે અમે પૂરતી ગંભીરતા લઈને કામગીરી કરીએ છીએ. પરંતુ હાલમાં ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિનું પોર્ટલ ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે. દરરોજ ખૂબ જ જહેમત ઉઠાવ્યા બાદ પણ અમે બે-ત્રણ બાળકોની એન્ટ્રી જ કરી શકીએ છીએ. આધાર કાર્ડ અને રેશનકાર્ડ વેરિફિકેશનની કામગીરીને કારણે સર્વરમાં સમસ્યા આવે છે. આથી ગત વર્ષની જેમ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત ઝડપથી પૂરી કરી શકતા નથી.

સમયનો વ્યય અને શિક્ષણ પર અસર : આચાર્ય હેતલબેને જણાવ્યું કે, વડી કચેરીમાંથી સૂચના છે કે વાલી અને વિદ્યાર્થીના રેશનકાર્ડ માટેના e-KYC શાળા કક્ષાએથી પૂરા કરી આપવા. આ બાબતે મોટી શાળા અને જ્યાં ત્રણસો આસપાસની સંખ્યા છે, એમાં આચાર્ય કક્ષાએથી કામ થઈ શકે એવું ન હોય તો નછૂટકે શિક્ષકોને આ કામગીરીમાં સામેલ કરવા પડે છે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીના વાલીના મોબાઈલ પર OTP આવે છે, આથી વાલીઓને પણ અહીંયા સમય આપવો પડે છે. એક વિદ્યાર્થીનુ e-KYC કરવામાં ઘણો સમય લાગે છે. એપ્લિકેશન, સર્વર અને ઇન્ટરનેટના પ્રશ્નોમાં વધારે સમય ખર્ચાય છે. જેનાથી વાલીઓને ખૂબ મુશ્કેલી પડે છે અને શાળાના શૈક્ષણિક કાર્ય પર અસર થાય છે.

કોને કેટલી શિષ્યવૃતિ મળવાપાત્ર ? ભાવનગર જિલ્લાના બહુમાળી ભવનમાં સ્થિત વિકસતી જાતિ કચેરીમાં શાળાઓ દ્વારા પ્રપોઝલ મોકલવામાં આવે છે. જે બાદ સરકારમાં પ્રપોઝલ મોકલીને મંજૂરી અપાય છે. વિકસતી જાતિના મદદનીશ અધિકારીએ મૌખિક માહિતી આપતા જણાવ્યુ કે, પ્રી-મેટ્રિક 1 થી 8 ધોરણમાં ગત વર્ષે 2023-24 માં 1,84,675 પ્રપોઝલ આવેલી, તેને મંજૂર કરીને રૂ. 31.54 કરોડ મંજૂર થયા હતા. ધોરણ 1 થી 8 માં રુ. 900, ધોરણ 1 થી 5 માં રુ. 750 અને ધોરણ 6 થી 8માં કુમારને રુ.750 અને કન્યાને રુ.1000 શિષ્યવૃતિ આપવામાં આવે છે. વર્ષ 2023-24 માં આવેલ 1,84,675 પ્રપોઝલની સામે 2024-25 માં હજુ 4,517 પ્રપોઝલ આવ્યા છે.

ચાલુ વર્ષે આવેલ શિષ્યવૃતિની દરખાસ્ત : ભાવનગર બહુમાળી ભવનમાં સ્થિત અનુસૂચિત જાતિ કચેરીના મદદનીશ અધિકારીએ મૌખિક માહિતી આપી હતી કે, પ્રી-મેટ્રિક ધોરણ 1 થી 10માં વર્ષ 2023-24 માં અલગ અલગ જાતિ વર્ગ જેમ કે મજૂર વર્ગ, પછાત વર્ગ અને અતિ પછાત જેવા વર્ગના 18,052 પ્રપોઝલને મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષમાં પોર્ટલ શરૂ થયાને આજદિન સુધીમાં 1,311 પ્રપોઝલ આવી છે. જોકે શાળાઓને 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રપોઝલ મોકલવાનો આદેશ થયેલ છે.

(ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા 23/9/2023 સુધીની સ્થિતિ)

આ પણ વાંચો:

  1. ગત વર્ષની સ્કોલરશીપ માટે વલખા મારતા વિદ્યાર્થીઓ
  2. હોસ્પિટલોને હવે રજીસ્ટ્રેશન કરાવવા સરકારમાં જવું પડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.