ETV Bharat / state

હવસખોરે સગીરાને પીંખી પછી...કરી નિર્મમ હત્યા, ઉમરપાડા ચકચારી રેપ વિથ મર્ડર કેસ - Rape with murder

સુરત જિલ્લા પોલીસે વધુ એક ગંભીર ગુનો ઉકેલી નાખ્યો છે. ગાઢ જંગલમાંથી મળી આવેલ સગીરાના મૃતદેહ મામલે મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સગીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કર્યા બાદ મૃતદેહને ગાઢ જંગલમાં ફેંકી દેવાયો હતો. જાણો સમગ્ર મામલો...

રેપ વિથ મર્ડર કેસનો આરોપી
રેપ વિથ મર્ડર કેસનો આરોપી (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 7:10 PM IST

સુરત : જિલ્લામાં છાશવારે હત્યા, લૂંટ, ચોરી, દુષ્કર્મ, મારમારી જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લાના અંતરિયાળ એવા વિસ્તારમાં ઉમરપાડા ગુનાખોરી વધી હોય તેમ હત્યા, દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે.

જંગલમાં મળ્યો કોહવાયેલો મૃતદેહ : ઉમરપાડા તાલુકાના એક ગામમાંથી 20 તારીખના રોજ ઢોર ચરાવવા ગયેલી 12 વર્ષીય સગીરા ગુમ થઈ હતી. પરિવાર અને ગ્રામજનોની લાંબી શોધખોળ બાદ પણ ભાળ ન મળી હતી. જોકે ત્રણ દિવસમાં બાદ અત્યંત ગાઢ, જ્યાં સામાન્ય માણસ ન જઈ શકે એવા જંગલમાંથી સગીરાનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ હોવાને લઇને પેનલ પી.એમ કરવાની ફરજ પડી હતી.

હવસખોરે સગીરાને પીંખી પછી...કરી નિર્મમ હત્યા (ETV Bharat Reporter)

રેપ વિથ મર્ડર કેસ : સગીરા રોજિંદા નિત્યક્રમનુસર જંગલમાં ઢોર ચરાવવા જતી હતી. પરંતુ ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલ મૃતદેહ પરથી ઘણી શંકા ઉપજી રહી હતી. ઘટનાસ્થળ પર ગાઢ જંગલ હોવાને કારણે પોલીસ સામે ફક્ત હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સ સિવાય તપાસ માટે અન્ય કોઈ વિકલ્પ ન હતો. જેથી પોલીસ દ્વારા ગુનો ખૂબ જ ચેલેન્જિંગ હતો. પીએમ રિપોર્ટમાં સગીરા દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. પીએમ રિપોર્ટની સાથે પોલીસે ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

આવી રીતે ઝડપાયો હવસખોર : દુષ્કર્મના આરોપીને ઝડપી પાડવા પોલીસ સ્ટાફ પરિવાર તેમજ સગા સંબંધીઓના તપાસ અને નિવેદન લઈ રહ્યા હતા. તે દરમિયાન ગામની એક દુકાન પર એક વ્યક્તિ આવ્યો અને પોલીસને આ વ્યક્તિ શંકાસ્પદ લાગી રહ્યો હતો. પ્રથમ પૂછપરછમાં વ્યક્તિ મૂળ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોદડા ગામનો વતની ફતેસિંહ રમેશ વસાવા હોવાનું જાણવા મળ્યું, આ શખ્સે પોતે સગીરાના ગામમાં રહી ચાકર તરીકે કામ કરી રહ્યો હોવાની ઓળખ આપી હતી. જોકે પોલીસે વધુ તપાસ માટે યુવકનો શર્ટ ઉતાર્યો અને પીઠ પાછળથી ઇજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા અંતે ઇસમે ગુનાની કબૂલાત કરી હતી.

સગીરાને પીંખી પછી...પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી સગીરા પર એક સપ્તાહથી નજર રાખી રહ્યો હતો. તેણે મોકો મળતાની સાથે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં રૂમાલ અને ઝાડની પાતળી છાલ વડે ગળું દબાવી સગીરાની હત્યા કરી હતી. પ્રથમ સગીરાનો મૃતદેહ જંગલમાંથી પસાર થતી નદીમાં ફેંક્યો હતો. પરંતુ નદીમાં પાણી ઓછું હોવાને કારણે મૃતદેહને ઘટનાસ્થળે ફેંકી દીધો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે ગામમાં પોતાનું કામકાજ કરી રહ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે એટલો સાતીર ન હોય પણ અંતે તો પોલીસ પકડમાં આવી જાય છે.

  1. કામરેજમાં હવસખોરે સગીરાને હત્યાની ધમકી આપી બળાત્કાર કર્યો, 12 વર્ષની સગીરા બની ગર્ભવતી
  2. જે રિક્ષામાં સગીરા સ્કૂલે આવ-જા કરતી તેજ રિક્ષાચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ, આરોપી જેલ હવાલે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.