વડોદરા: 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની બેઠક ઉપર રંજનબેન ભટ્ટને ટિકિટ ફાળવવામાં આવી હતી પરંતુ ટિકિટ ફાળવણી સાથે તેઓનો વડોદરા શહેર પ્રદર્શિત કર્યો હતો.જેથી ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે હું, અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની નથી.
શહેરમાં તેમની સામે વિરોધનો સુર ઉઠ્યો: લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની બેઠક ઉપર સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી પરંતુ ટિકિટ ફાળવણી સાથે જ વડોદરા શહેરમાં તેમની સામે વિરોધનો સુર ઉઠ્યો હતો. જેથી ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચી લેવાની ફરજ પડી છે. વધુ માં તેઓએ જણાવ્યું કે હું અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની નથી.
વડોદરા શહેરનું રાજકારણ ગરમાયું: વડોદરાના કેટલાક કાર્યકરોમાં તેઓનો વિરોધ હોવાને કારણે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લાગતા વડોદરા લોકસભા બેઠક પર કાર્યકરો તેમની ઉમેદવારીથી ખુશ નહીં હોવાનું માનવામાં આવે છે. જેને પગલે રંજનબેન ભટ્ટે લોકસભા ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. થોડાક દિવસો પહેલ માજી મેયર જ્યોતિબેન પંડ્યાએ સાંસદ રંજનબેન ભટ્ટની ઉમેદવારી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને વડોદરા શહેરનું રાજકારણ ગરમાયું હતું.
ટ્વીટર ઉપર કરી પોસ્ટ : રંજનબેન ભટ્ટે શનિવારે ટ્વીટર ઉપર પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, ‘હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર 2024ની લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું. જેને લઈને વડોદરા શહેરનું રાજકારણ ગરમાયુ છે. એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ બાબતે ઊંડાણપૂર્વક માહિતી મેળવીને ઉમેદવાર નક્કી કરી નિર્ણય લેવાનો વારો આવશે. રંજનબેન ભટ્ટ આ બાબતે પોતાના નિર્ણય ઉપર અડગ રહેશે ? કે પછી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની માફક જ પરિવર્તન આવશે. એ બાબતે સૌ કાર્યકર્તાઓ અને શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
સતત ત્રીજી વખત ટીકીટની ફાળવણી: વડોદરા લોકસભા બેઠક ઉપર સતત ત્રીજી વખત ઉમેદવાર તરીકે નામ જાહેર થયા પછી રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા, જે બાબતે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યાર પછી રંજનબેન ભટ્ટની તરફેણમાં પણ પોસ્ટર લાગ્યા હતા. ‘હું રંજનબેન ભટ્ટ સાથે છું, મારું ઘર રંજનબેનને સંગ’ જોકે, આ પોસ્ટર વોરના વિવાદ બાદ હવે રંજન ભટ્ટના ચૂંટણી નહીં લડવાની જાહેરાતે સૌ કોઇને ચોંકાવી દીધા છે.
ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની માફક જ રંજનબેન ભટ્ટે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ જાહેરાત કરી છે. તેમણે માત્ર એક જ લાઇનમાં સંદેશો લખીને લોકસભા ચૂંટણી 2024 લડવાની અનિચ્છા દર્શાવી છે. અને તે અંગેનું કારણ અંતગ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગતકારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. આ સંદેશ જાહેર થતા બાદ ટીકીટ વાંચ્છુઓ ગેલમાં આવી ગયા હોવાનું રાજકીય સુત્રો જણાવી રહ્યા છે.
છેલ્લી બે ટર્મથી પ્રજાની સેવા કરી: રંજનબેન ભટ્ટ બે ટર્મથી વડોદરા લોકસભાથી ભાજપ સાંસદ છે. 2014માં પીએમ મોદી વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ વારાણસી અને વડોદરા એમ બે બેઠકો પરથી જીત બાદ નિયમો અનુસાર એક બેઠક છોડવાની હોવાથી તેમણે વડોદરાથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીએ રંજનબેનને ટીકીટ આપી હતી. 2019માં પણ તેમને જ રીપીટ કરવામાં આવ્યાં.