રાજકોટ: ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જેમાં બહેન ભાઈની રાખડી બાંધી અને રક્ષા કરવાનું વચન માંગતી હોય છે. ત્યારે આ પવિત્ર તહેવારમાં કેટલાક ભાઈઓ ગુનાહિત ઇતિહાસ કરી અને જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે આવા ભાઈઓને પણ બહેનો રક્ષાકવચ બાંધે તેને લઈને રાજકોટ જેલમાં રક્ષાબંધનને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.
રાજકોટ જેલમાં ખાસ વ્યવસ્થા કરાઇ: રક્ષાબંધન એટલે કે, જેમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને રક્ષા કરવાનું વચન લેતી હોય છે. ત્યારે આ પવિત્ર તહેવારમાં બંદીવાન ભાઈઓને પણ બહેનો રાખડી બાંધી શકે તેના માટે રાજકોટ જેલમાં પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભાઈઓને બહેનો રાખડી બાંધી શકે અને મોઢું મીઠું કરાવી શકે તેના માટે જેલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અંગે જેલના એસપી રાઘવ જૈનને જણાવ્યું હતું કે, જેલમાં બહારથી વસ્તુ ન લઈ આવી શકાય તેના માટે અંદરથી જ મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. અને બહેનો રાખડી બાંધી શકે તેના માટે ટોકન વ્યવસ્થા સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.
કાયદો ભંગ થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાય છે: જેલમાં રહેલા પાકા કામના કેદી ગોપાલ વેકરીયાએ જણાવ્યું હતું કે, હું દમણનો છું અને છેલ્લા 7 વર્ષથી જેલમાં સજા ભોગવી રહી છું અને બંદીવાન ભાઈઓને જ્યારે બહેન રાખડી બાંધે ત્યારે તેની આંખોમાં અશ્રુ સરી જાય છે. કોઇ પણ ભાઇએ કાયદાનો ભંગ થાય એવા કામો ન કરવા જોઈએ જેથી જેલમાં આવવાનો વારો ન આવે અને ત્યારે પરિવારને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ બાબતે બધાએ તકેદારી રાખવી જોઈએ તેવું બંદીવાન ભાઈએ જણાવ્યું હતું.