અમદાવાદ: રક્ષાબંધન પર્વ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી સંખ્યા બહેનો આવી પહોંચી છે. સીએમને રાખડી બાંધીને સારા સ્વાસ્થ્યની કરી પ્રાર્થના છે. ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ્થાને વિવિધ સમૂહની મહિલા કાર્યકરોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. વિવિધ વર્ગોની બહેનો અને બ્રહ્માકુમારીની બહેનોએ સીએમને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી. બહેનોએ મુખ્યમંત્રીનું મોં મીઠુ કરાવીને તેમને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ખાસ સુરક્ષાબંદોબસ્ત સાથે કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં બહેનો અહીં આવી પહોંચી હતી. મુખ્યમંત્રીને બહેનોએ રક્ષાસૂત્ર બાંધી તેમના સારા સ્વાસ્થ્યની મનોકામના કરી હતી.
બ્રહ્માકુમારી ગાંધીનગરની બહેનો એ ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. તેમણે ભુપેન્દ્ર પટેલના દીર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરવડાએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. કેબિનેટ મંત્રી ભાનુંબેન બાબરીયાએ સૌથી પહેલી રાખડી બાંધી હતી. મહિલાઓએ ભૂપેન્દ્રભાઈને આરતી અને કુમકુમનું તિલક કારીને હાથમાં રક્ષા સૂત્ર બાંધ્યું હતું.
ભાજપ મહિલા મોરચાની હોદ્દેદાર બહેનોએ ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં મહિલા મોરચાના કાર્યકરો ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા હતા. દિવ્યાંગ બાલિકાઓએ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી.