અમદાવાદ: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ત્યારે હવે આ મુદ્દે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે 5 હજાર પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. અને સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આ કેસને ઝડપી રીતે ચલાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ પછી વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે. હાઇકોર્ટે એમ પણ નોંધ્યું હતું કે આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હતા. તેમજ ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાનગી ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાનને મુકાયું છે. આ ઘટના પછી હાઇકોર્ટે વડોદરા અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ખુલાસો માંગ્યો હતો અને આ ખુલાસાને એક જ દિવસમાં આપી દેવાનો કડક નિર્દેશ પણ કર્યા હતા.
આ બાબતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે 5000 પાનાના દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ કર્યા છે, તથા કેસ ઝડપથી ચલાવવા સરકાર પક્ષે મજબૂત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ કેસમાં કોઈને પણ છોડવામાં નહીં આવે તેને લઈને સરકાર પણ મક્કમ થઈ ગઈ છે. સાથે જ 11 નવેમ્બર સુધીમાં આરોપીઓને વકીલ રોકી ચાર્જ બાબતે રજૂઆત કરી લેવા ટકોર કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટમાં રજૂઆત કરી કે 467 દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ કરાયા છે.
ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિક કાંડમાં આરોપી મનસુખ સાગઠીયાને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જેલમાં સાગઠીયા કેદી નંબર 2096 તરીકે ઓળખાઈ રહ્યો છે. મનસુખ સાગઠીયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી પણ કરાશે. જણાવી દઈએ કે ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં આર એમ સી ના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આની સાથે જ કરોડોની બેનામી સંપત્તિ ના માલિક મનસુખ સાગઠીયા ને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: