ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડમાં ભૂલ કોની ? ગાંધીનગરની જનતાએ જણાવી કડવી વાસ્તવિકતા - TRP Gamezone fire

author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 2:43 PM IST

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ભૂતકાળમાં બનેલી તમામ દુર્ઘટનાની દુઃખદ યાદ તાજી થઈ છે, જોકે તંત્રએ ભૂતકાળમાંથી કોઈ શિખામણ લીધી હોય તેમ જણાતું નથી. આ અંગે જનતા શું કહે છે, આવો જાણીએ...

રાજકોટ અગ્નિકાંડમાં ભૂલ કોની ?
રાજકોટ અગ્નિકાંડમાં ભૂલ કોની ? (ETV Bharat Reporter)

ગાંધીનગર : રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર આક્રોશ છે. પાટનગર ગાંધીનગરના રહેવાસીઓએ દોષીતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને અને કોઈના ઘરના ચિરાગ ન બુઝાય તે માટે દોષિતોને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવાની લોક માંગણી ઉઠી છે. આ અંગે ETV Bharatની ટીમે ગાંધીનગરના રહીશો સાથે ખાસ વાતચીત કરી હતી.

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ ગાંધીનગરના રહીશોનો અભિપ્રાય (ETV Bharat Reporter)

યોગા ટીચરનો અભિપ્રાય : ગાંધીનગરના યોગા ટીચર ભાવના જોશીએ જણાવ્યું કે, બાગ, બગીચા, વન, મંદિર, દરિયાકિનારા સહિત કેટલી સરસ ફરવાની જગ્યાઓ છે. છતાં લોકો ગેમ ઝોન જેવી જગ્યા પર ભીડ કરે છે, એ ખરેખર આપણી જ મૂર્ખામી છે. આપણે હજારો રૂપિયા ખર્ચ કરીને ગેમ ઝોનમાં જઈએ છીએ અને ત્યાં પરેશાન થઈએ છીએ. કોઈ નિરર્થક વસ્તુ પાછળ ખર્ચ કરી રહ્યા છો. તમે પ્રાકૃતિક જગ્યાએ છોકરાઓને લઈ જાઓ, રમત રમાડો, હરો-ફરો, કુદરતી હવા ઉજાસનો આનંદ લો. રાજકોટની ઘટના ખરેખર બહુ દુઃખદ છે. મારો ખૂબ જ જીવ બળે છે. એ વિચાર આવે તો પાણી અને ખાવાનું પણ ગળે ઉતરતું નથી. ખરેખર આપણે ગુજરાતીઓએ સુધારવાની જરૂર છે. ભીડ કરવાની જરૂર નથી. આટલી ભીડ કરીને આવી સમસ્યાઓ સર્જાય અને છતાં પાછા જોજો તમે હમણાં બે-ચાર મહિનામાં લોકો બધું ભૂલી જશે.

  • સરકાર નિરીક્ષણ કરે, જનતા જાગૃત બને :

ગાંધીનગરના રહેવાસી મનીષાબેને જણાવ્યું કે, રાજકોટમાં જે ઘટના બની છે તે દ્રશ્યો જોઈને આપણા રુંવાટા ઉભા થઈ જાય છે. બાળકો પર જે વીતી છે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. બળેલી લાશ કોની છે તે પણ ઓળખાતી નથી. એક મા અને પિતા તરીકે આ ઘટનાને જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તંત્રએ વર્ષમાં બે-ત્રણ કે ચાર વાર ગેમ ઝોનમાં જઈને ઈન્સ્પેેકશન કરવું જોઈએ. માતા પિતાએ પણ ગેમ ઝોનની સુરક્ષાને લઈને જાગૃત રહેવું જોઈએ.

  • આપણે છોકરાઓનું ધ્યાન રાખીશું તો જ આપણે સુરક્ષિત રહીશું !

જયશ્રીબેન ચાવડાએ જણાવ્યું કે, રાજકોટમાં આપણે જે જોયું તે ખૂબ જ દુઃખદ છે. આવી ઘટનાથી બચવા માટે લોકોએ જાગૃત બનવું પડશે. આપણે સુરક્ષા ચકાસણી કરીને જ આપણા છોકરાઓને આવા ગેમ ઝોનમાં મોકલવા જોઈએ. આપણે જ ધ્યાન નહીં રાખીએ તો આપણા છોકરાઓનું કોણ ધ્યાન રાખશે ? આપણે આપણા છોકરાઓનું ધ્યાન રાખીશું તો જ આપણે સુરક્ષિત રહીશું.

  • તંત્રએ સુરક્ષાના ધારાધોરણોનો કડક અમલ કરાવવો જોઈએ :

નેહાબેન દવે જણાવ્યું કે, નાના નાના બાળકો ઉનાળામાં મામાના ઘરે વેકેશનનો આનંદ માણવા જતા હોય છે. ત્યાં જ તેમનું મોત નીપજ્યું તે સાંભળીને જ હૃદય દ્રવી ઉઠે છે. તેમની આત્માને શાંતિ મળે તે માટે પહેલા આપણે મૌન પાળીશું. ઉનાળાના વેકેશનમાં બિલાડીની ટોપ માફક ગેમઝોન, હોટલ, વોટરપાર્ક ફૂટી નીકળે છે. તંત્રએ સુરક્ષાના ધારાધોરણોનો કડક અમલ કરાવવો જોઈએ.

  • બાળકો અને વાલીઓને મર્યાદામાં એન્ટ્રી આપવી જોઈએ :

ગોવિંદગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, નાના નાના બાળકો વેકેશનમાં ગેમ ઝોનમાં છે. સરકારે દરેક ગેમઝોનના ફાયર NOC અને બાંધકામની ચકાસણી કરવી જોઈએ. ગેમ ઝોનમાં બાળકો અને વાલીઓને મર્યાદામાં એન્ટ્રી આપવી જોઈએ. ચાલુ ગેમ ઝોનમાં વેલ્ડીંગનું કામ ન કરવું જોઈએ. ગેમઝોનમાં પેટ્રોલના ટેન્કર ભરેલા હતા. ગેમઝોનમાં જવલનશીલ પદાર્થ ન રાખવા જોઈએ. સરકાર જ્યારે દુર્ઘટના બને ત્યારે તપાસ કરે છે.

  • કોઈ કેસ બને ત્યારે તંત્ર સફાળું જાગે છે, પરંતુ ખૂબ મોડું થઈ ગયું હોય છે :

પરેશભાઈ વ્યાસે જણાવ્યું કે, રાજકોટની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટનામાં તંત્રની પણ બેદરકારી છે. વાલીઓને પણ થોડી બેદરકારી છે. આવા ગેમઝોનમાં તપાસ કરીને જવું જોઈએ. બાળકો વેકેશનમાં જીદ કરતા હોય છે કે મારે ગેમઝોનમાં જવું અથવા ફિલ્મ જોવા જવું છે. પરંતુ સિક્યુરિટી ક્યાંય જોવા મળતી નથી. જ્યારે કોઈ કેસ બને ત્યારે તેની પર ધ્યાન આપવામાં આવે છે અને તંત્ર સફાળું જાગે છે. પરંતુ તે વખતે ખૂબ મોડું થઈ ગયું હોય છે.

એક નાગરિકની આશા : આશા રાખીએ કે સુરતની તક્ષશિલા કાંડ, વડોદરા હરણી બોટ દુર્ઘટના, મોરબી ઝુલતો પુલ દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકાર જાગશે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે યોગ્ય પગલા ભરશે.

  1. રાજકોટ અગ્નિકાંડ: ઉપલેટાના 22 વર્ષીય યુવકના મૃતદેહની ઓળખ થતાં પરિવારમાં શોક
  2. રાજકોટ અગ્નિકાંડના મૃતકોને જુનાગઢના ચિત્રકારે પેઇન્ટિંગના માધ્યમથી આપી શ્રદ્ધાંજલિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.