ETV Bharat / state

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના વધુ ચાર મૃતકોના ડીએનએ મેચ થયા, જાણો DNA પ્રક્રિયા શું છે? - rajkot fire incident update - RAJKOT FIRE INCIDENT UPDATE

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોની ઓળખ કરવીએ તંત્ર માટે અઘરો કોયડો બની ગયું છે. કેટલાક મૃતદેહો ખૂબ જ ગંભીર રીતે દાજી ગયા હોવાથી તેમના ફ્રેશ સેમ્પલ મેળવવા મુશ્કેલી થઈ રહી છે. ગાંધીનગર FSL મૃતદેહની ઓળખ કરવા દિવસ રાત મહેનત કરી રહ્યું છે. ત્યારે આજે વધુ એક સફળતા મળી છે. વધુ ચાર મૃતકોના ડીએનએ સેમ્પલ પરિજનો સાથે મેચ થયા છે., rajkot TRP game zone fire incident update

જાણો DNA પ્રક્રિયા શું છે?
જાણો DNA પ્રક્રિયા શું છે? (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 5:32 PM IST

ગાંધીનગર: મૃતક હરીતાબેન રતિલાલ સાવલિયા અને તેમના બહેન ખ્યાતિબેન રતિલાલ સાવલિયાનો ડીએનએ સેમ્પલ પિતા રતિલાલ પોપટભાઈ સાવલિયા સાથે મેચ થઈ ગયો છે. દેવશીબા હિતેન્દ્રસિંહ જાડેજાનો ડીએનએ સેમ્પલ તેમના માતા મીનાબેન હિતેન્દ્રસિંહ જાડેજા સાથે મેચ થતાં તેમની ઓળખ થઈ છે. જ્યારે રાજભા પ્રદીપસિંહ ચૌહાણનો ડીએનએ તેમના પિતા પ્રદિપસિંહ રણજીતસિંહ ચૌહાણ સાથે મેચ થઈ ગયો છે. આમ મંગળવારે વધુ ચાર મૃતકોની ઓળખ થઈ છે. ગાંધીનગર FSLના ડીએનએ વિભાગ દ્વારા ચાર લોકોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. સાંજ સુધીમાં વધુ યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહની ઓળખ થઈ છે. હજી 13 લોકોના ડીએનએ સેમ્પલ મેચ થવાના બાકી છે.

ગાંધીનગર FSLના ડીએનએ વિભાગ
ગાંધીનગર FSLના ડીએનએ વિભાગ (Etv Bharat Gujarat)

FSLને સેમ્પલ લેવામાં મુશ્કેલી: FSLમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગર FSLમાં ડીએનએ મેચ કરવા માટે 18 થી વધુ સભ્યોની ટીમ દિવસ રાત કાર્ય કરી રહી છે. મૃતદેહ તેમના પરિજનોને વહેલી તકે મળે તે માટે કેટલાક અધિકારીઓએ પોતાની રજા પણ રદ કરી છે. અધિકારીઓ ડીએનએ સેમ્પલ મેચ કરવા માટે સતત મથી રહ્યા છે. કેટલાક લોકો ખૂબ જ ભયાનક રીતે દાઝી ગયા છે. તેમના શરીરમાંથી લોહી પણ સંપૂર્ણ રીતે બળી ગયું છે. વ્યક્તિના મોત થયાને ઘણો લાંબો સમય થઈ ગયો છે. મોટાભાગના મૃતદેહ હાડકા સુહિત બળીને રાખ થઈ ગયા છે. દાંત, ઝડબુ અને ખોપડી પણ બળી ગઈ છે. તેથી બળી ગયેલી બોડીમાંથી FSLને સેમ્પલ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. છતાં પણ તેઓ ડીએનએ સેમ્પલ મેચ કરવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. બીજી બાજુ રાજકોટ સ્થિત મૃતોના સંબંધીઓ પણ સતત હોબાળો મચાવી રહ્યા છે.

ડીએનએ એટલે શું?: ડીએનએ ટેસ્ટનો ઉપયોગ વ્યક્તિની આનુવંશિકતા અને ચોક્કસ ઓળખ મેળવવા માટે કરવામાં આવતો હોય છે. DNAનું આખું નામ ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ છે. જીવિત વ્યક્તિના ડીએનએ લેવા માટે એના લોહી કે લાળના નમૂના લેવામાં આવે છે. આ તાજા લોહી કે લાળના નમૂનાના ડીએનએ પરિક્ષણ માટે રેપિડ હિટ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનૉલોજી વડે વ્યક્તિનું ડીએનએ પ્રોફાઇલ મેળવી શકાય છે. લોહીનો નમૂનો લેવા માટે ખાસ તૈયાર કરાયેલા કેમિકલી ટ્રીટેડ ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આ તકનીકનો ઉપયોગ માત્ર જીવિત વ્યક્તિના નમૂના લેવા માટે જ કરવામાં આવે છે.

મૃતદેહની ઓળખ કેવી રીતે થાય છે?: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને કારણે મૃતકોના મૃતદેહો દાઝી કે બળી ગયા છે. આ પ્રકારની ઘટના ઘટતી હોય અને ડીએનએ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવતા હોય ત્યારે મૃતદેહનું જ્યારે પોસ્ટમૉર્ટમ થાય ત્યારે શરીરના જે ભાગ પર ગરમીની અસર ઓછી થઈ હોય તે ભાગમાંથી મેડિકલ ઑફિસર નમૂનો લે છે. ત્યારબાદ આ નમૂનાને એક યોગ્ય કન્ટેનરમાં જાળવીને ઠંડા તાપમાને શક્ય હોય એટલું જલદી લેબોરેટરીને મોકલી આપવામાં આવે છે. લેબોરેટરીના વૈજ્ઞાનિકો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયા પ્રમાણે તે નમૂનામાંથી ડીએનએ મેળવવાની કાર્યવાહી કરે છે. જ્યારે મૃતદેહો ખૂબ જ બળી ગયા હોય ત્યારે એવું પણ બને કે ડીએનએ સૅમ્પલ થકી વ્યક્તિની ચોક્ક્સ ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ થાય છે. આવા સંજોગોમાં વ્યક્તિની ચોક્ક્સ ઓળખ ન મળે ત્યાં સુધી મૃતદેહને ઠંડા તાપમાને સાચવી રાખવામાં આવે છે. શરીરના અલગ-અલગ ભાગો જેવા કે હાડકું, દાંત કે દાઢના ભાગમાંથી એક નમૂનો લેવામાં આવે છે. આ નમૂનામાંથી મળેલા ડીએનએ પ્રોફાઇલને સાચવી રાખવામાં આવે છે. મૃતકના નજીકનાં સગાં જેવાં કે માતા-પિતા, સંતાન કે ભાઈ-બહેનના ડીએનએ સાથે સરખાવવામાં આવે છે. જો બંને પ્રોફાઇલમાં સામ્યતા જોવા મળે તો તેના આધારે મૃતદેહની ઓળખ કરી શકાય છે.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય તો આનુવંશિકતાના ગુણને કારણે વ્યક્તિની ચોક્કસ ઓળખાણ મેળવવાનો છે. ગુમ થઈ ગયેલી વ્યક્તિ, અકસ્માતે મૃત્યુ પામેલ વ્યક્તિ કે અજાણ્યા મૃતદેહની ડીએનએ પ્રોફાઇલ જાળવી રાખવામાં આવતી હોય છે. જે બાદમાં કોઈ સગાં કે સંબંધીના હાજર થતાં એના નમૂના સાથે સરખાવીને મૃતકની ચોક્કસ ઓળખ સાબિત કરવામાં આવતી હોય છે.

  1. 'અમારા સ્વજનના મૃતદેહ તો આપો', રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારજનોનો આક્રંદ અને આક્રોશ - trp game zone fire Mishap
  2. હૈયાફાટ રૂદન સાથે વીરપુરમાં યુવકની અંતિમયાત્રા નીકળી, અગ્નિકાંડમાં લોકોને બચાવવા જતાં જીજ્ઞેશ ગઢવી બન્યો ભોગ - Rajkot gamezone fire incident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.