ETV Bharat / state

Rajkot News : રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ગાર્બેજ કલેક્શન ચાર્જમાં તોતિંગ વધારો મૂકાયો - બજેટ

રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજકોટ મનપા કમિશનર દ્વારા રુપિયા 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. નવા ભળેલા વિસ્તારોમાં ડેવલપમેન્ટ હાથ ધરવાના આયોજનો સહિત ડ્રાફ્ટ બજેટમાં કઇ દરખાસ્તો છે જૂઓ.

Rajkot News : રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ગાર્બેજ કલેક્શન ચાર્જમાં તોતિંગ વધારો મૂકાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2024, 4:21 PM IST

નવા ભળેલા વિસ્તારોમાં ડેવલપમેન્ટ કરાશે

રાજકોટ : રાજકોટ મહાનરપાલિકાના કમિશનર આનંદ પટેલ દ્વારા આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ ડ્રાફ્ટ બજેટમાં અનેક નવી યોજનાઓ સાથે શહેરમાં નવા ભળેલા વિસ્તારોને ડેવલોપમેન્ટ કરવાની યોજનાઓ જોવા મળી છે. જ્યારે ગત વર્ષના બજેટ કરતા આ વર્ષના બજેટમાં રૂ.345 કરોડનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મનપા કમિશનર દ્વારા શહેરમાં પાણી વેરા રહેણાંક વિસ્તારમાં માસિક રૂ.8.33 તેમજ કોમર્શિયલ વિસ્તારમાં રૂ.16.67નો વધારો સૂચવવામાં આવ્યો છે. આ સાથે જ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં વાર્ષિક રૂ.395ના 730 એટલે કે 84 ટકાનોે વધારો કરવામાં આવ્યો છે તેમજ કોમર્શિયલમાં રૂ.1460ના રૂ.1825 એટલે કે 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

બજેટ હાઈલાઇટ : રાજકોટ મનપા ડ્રાફ્ટ બજેટમાં જણાવાયા પ્રમાણેની દરખાસ્તો જોઇએ તો શહેરમાં ચાર નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. શહેરના જાહેર પરિવહન સુવિધામાં વધારો કરવા માટે નવી 100 સીએનજી બસ મળશે. 75 ઈલેક્ટ્રીક બસ મળશે. 8 કરોડના ખર્ચે CNG બસ ડેપો બનાવવામાં આવશે.

રાજકોટમાં પાણી પ્રશ્ન ઉકેલવા મથામણ : ડ્રાફ્ટ બજેટમાં થયેલી દરખાસ્તમાં પાણી સમસ્યાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પાણીની કટોકટી ન સર્જાય તે માટે નવા જળસ્ત્રોત ઊભા કરવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓના વાલી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 1000 જમા કરાવશે તેની સામે મનપા પણ 1,000 જમા કરાવશે. શહેરના પેડક રોડને ગૌરવપથ 2.0 તરીકે વિકસિત બનાવવામાં આવશે. પીડીએમ ફાટક ખાતે અંડર બ્રિજ બનાવવામાં આવશે જેની ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે.

શહેરની સુંદરતા વધારશે આ સુવિધાઓ : રાજકોટ મનપા ડ્રાફ્ટ બજેટમાં આ અંગે થયેલી દરખાસ્તમાં જોઇએ તો રાંદરડાલેક અને લાલપરી લેકને 20 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. ઘણા સમયથી ગૂંચવાયેલો આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને શરૂ કરાશે. રેસકોર્સનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. ત્રણેય ઝોનના સ્પોર્ટ સંકુલમાં 1.11 કરોડના ખર્ચે યોગા સ્ટુડિયો બનશે. ભગવતીપરા વિસ્તારમાં આધુનિક મોડલ હાઇસ્કુલનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

એશિયાટિક લાયન સફારી પાર્ક : રાજકોટ શહેરના પ્રદ્યુમનપાર્ક પાછળ રાંદરડા નર્સરી તરફ 30 હેક્ટર જગ્યામાં 33 કરોડના ખર્ચે એશિયાટિક લાયન સફારી પાર્ક વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટને હરિયાળું બનાવવા માટે અલગ અલગ 42 લોકેશન ઉપર 66,000 જેટલા વૃક્ષો તેમજ ત્રણ નવા બગીચા બનાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, જંકશન રોડ, ત્રિકોણબાગથી લઇ માલવિયા ચોક સુધીના રોડને પહોળા ટા કરવામાં આવશે. શહેરની સુરક્ષા વધારવાના હેતુને લઇ 750 જેટલા સીસીટીવી કેમેરા 25 કરોડના ખર્ચે લગાવવામાં આવશે. રેલનગરમાં આરોગ્ય કેન્દ્ર તેમજ આધુનિક ટીબી સેન્ટર બનાવવામાં આવશે.

  1. Rajkot News : રાજકોટમાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ પર હુમલો, PI સામે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
  2. Rajkot News: નિર્માણાધીન મકાનમાં 2 શ્રમિકોને લાગ્યો વીજ કરંટ, 1નું કરુણ મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.