રાજકોટ: ધોરાજી તાલુકાના પીપળીયા ગામ તેમજ આસપાસના પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વરસાદને લીધે પીપળીયા ગામે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે. આ વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને વરસાદ બાદ તેમના જીવન પર મુશ્કેલીઓનું પણ આભ ફાટ્યું છે.
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-07-2024/21994730_b_aspera.jpg)
ઘરવખરી બરબાદઃ ધોરાજીના પીપળીયા ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વરસાદનું પાણી તેમના ઘરોમાં ઘુસી ગયું છે અને આ પાણીને લીધે તેમની ઘરવખરી પણ બરબાદ થઈ ચૂકી છે. આ પ્રકારની તકલીફ અને સમસ્યાને લઈને લોકોની મુશ્કેલીઓ વધી છે. તેમની ઉપર જાણે મુશ્કેલીઓનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ પીડિત વ્યક્તિઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી હતી. જેમાં પીડાનું વર્ણન કરતી વખતે તેઓ અત્યંત ભાવુક થઈ જતાં રડી પણ પડ્યા હતા.
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-07-2024/21994730_d_aspera.jpg)
![Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-07-2024/21994730_c_aspera.jpg)
અમારા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા અમારી ઘરવખરી બગડી ગઈ છે. અમે તો ક્યાંયના ન રહ્યા. હવે અમારે ક્યાં જવું. અમારુ અનાજ, ગોદડા અને કપડા બધુ જ બરબાદ થઈ ગયું છે...સ્થાનિક મહિલા(પીપળીયા ગામ, ધોરાજી)
ભારે વરસાદને પગલે અમારા ઘરના ત્રણેય રુમોમાં 1-1 ફૂટ પાણી ભરાઈ ગયા છે. અમે બાળકોને સગા-સંબંધીને ત્યાં મુકી આવ્યા છીએ...પ્રવીણભાઈ દાફડા(સ્થાનિક, પીપળીયા ગામ, ધોરાજી)