રાજકોટ : રાજસ્થાનના નાયબ ઉપમુખ્યપ્રધાન દિયાકુમારી આજે રાજકોટ આવી પહોંચ્યાં હતાં. લોકસભા ચૂંટણી 2024ને લઇ ભાજપના પ્રચાર સહિતના કામકાજ સાથે તેઓ આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ચૂંટણી પ્રવાસ કરવાના છે. ત્યારે રાજકોટમાં દિયાકુમારીએ ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને વિવિધ ચર્ચાઓ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારની યાદીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
ગુજરાતમાં નિર્ધારિત કાર્યક્રમો : ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં દિયાકુમારીએ જણાવ્યું હતું કે આ વખતે મોદી સરકાર 400 કરતાં વધુ બેઠકો લોકસભાની ચૂંટણીમાં જીતશે. જ્યારે રાજકોટમાં આવ્યા બાદ દિયાકુમારી હવે સાંજે ટંકારા ખાતે જશે. ત્યારબાદ તેઓ આવતીકાલે જામનગરના પ્રવાસે છે અને આગામી 3 તારીખે તેઓ જામકંડોરણા અને જેતપુરના પ્રવાસે છે. રાજકોટમાં આવી પહોંચેલા રાજસ્થાનના નાયબ ઉપમુખ્યપ્રધાન દિયાકુમારીએ સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
રાજકોટ લોકસભા ક્લસ્ટરના પ્રવાસ અંતર્ગત હું આજે રાજકોટ ખાતે આવી છું. જ્યારે મેં અહીંયા ભાજપના સાંસદ, રાજ્યસભાના સાંસદ અને નેતાઓ સાથે ચર્ચા કરી છે. તેમજ આજથી ત્રણ દિવસનો મારો કાર્યક્રમ શરૂ થશે. જે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં છે. લોકસભાની ચૂંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે આ વખતે ખૂબ જ સારો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાજપ આ વખતે 400 કરતાં વધારે બેઠકો ઉપર ચૂંટણી જીતશે. ટિકીટોની વાત કરતા કરીએ તો કે હર વખતે ભાજપ દ્વારા સારા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે તેના પરિણામો પણ લોકોએ જોયા છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે એક ટીમની રચના કરવામાં આવતી હોય છે. જેમાં ઉમેદવારોની પસંદગી થતી હોય છે...દિયાકુમારી (નાયબ ઉપમુખ્યપ્રધાન, રાજસ્થાન )
ઈન્ડિયા એલાયન્સ હવે બચ્યું જ નથી : કેન્દ્ર સરકાર દ્વારા 33 ટકા મહિલા આરક્ષણ આપવામાં આવ્યું છે. જેના માટે અમે તમામ મહિલાઓ મોદી સરકારનો વારંવાર આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારે આ વખતે પણ મને લાગી રહ્યું છે કે જ્યારે ટિકિટ આપવાની વાત સામે આવશે ત્યારે મહિલાઓને ચોક્કસ પ્રાથમિકતા આપવામાં આવશે. ઈન્ડિયા એલાયન્સ અંગે દિયા કુમારીએ જણાવ્યું હતું કે એ લોકોનું કોઈ ગઠબંધન હવે બચ્યું જ નથી, તેમજ જે છે તે પણ ધીરે ધીરે પૂર્ણ થઈ જશે.
- નો રીપીટની થીયરી અંગે બોલવાનું ટાળ્યું : જોકે દિયાકુમારીએ ભાજપની બહુજાણીતી નો રીપીટની થીયરી અંગે બોલવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવે ગણતરીના દિવસો જ બાકી છે એવામાં ભાજપ દ્વારા જોરશોર પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજસ્થાનના નાયબ ઉપમુખ્યપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવી પહોંચ્યા હતાં.
જયપુર શાહી પરિવારની સભ્ય દિયા કુમારી રાજસ્થાનની ડેપ્યુટી સીએમ બની, આટલા મતોથી જીતીને બનાવ્યો રેકોર્ડ- સાંસદ દિયા કુમારીએ તાજમહેલને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું આ સંપત્તિ...