અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુઆં વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)
પશ્ચિમ રેલવેએ કરેલા નિર્ણય અનુસાર, ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી 7 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2024 સુધી દર સોમવાર અને ગુરુવાર દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ લાલકુઆંથી 6 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી દર રવિવારે અને બુધવારે દોડશે.
ટ્રેન નંબર 05046 ની વધેલી આવર્તનનું બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર તાત્કાલિક અસરથી ખુલ્લું છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ટ્રેન માટે મુસાફરોની માગ રેલવે વિભાગના ધ્યાનમાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા આ અંગે એક યોગ્ય પ્લાનીંગ કરીને સ્પેશ્યલ ટ્રેનને સપ્તાહમાં બે વખત દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે વિભાગને આશા છે કે આ નિર્ણયથી મુસાફરોની માગ અને સુવિધાઓનો સંતોષકારક નિરાકરણ મળશે. ઉપરાંત મુસાફરો આ ટ્રેનનો લાભ લેશે જેથી રેલવે વિભાગને પણ તેનો ફાયદો થશે. તેથી 2 ડિસેમ્બર સુધી દર સોમવાર અને ગુરુવારે બે ટ્રેન દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ 1 ડિસેમ્બર સુધી અન્ય એક ટ્રેન રવિવારે અને બુધવારે દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે.