ETV Bharat / state

તાંત્રિક વિધિના નામે એક વેપારી ઠગાયો, 13 લાખની છેતરપિંડીની ફરિયાદ નોધાઈ - Cheats in the name of tantric in Rajkot - CHEATS IN THE NAME OF TANTRIC IN RAJKOT

રાજકોટના ખજુરડા ગામે વેપારી સાથે તાંત્રિક વિધિના નામે રૂપિયા 13 લાખની છેતરપિંડી કરવાના પ્રકરણમાં જામકંડોરણા પોલીસે નામચીન મદારી ગેંગના ચાર આરોપીઓને ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી છે. Cheats in the name of tantric rituals in Rajkot

Etv Bharatતાંત્રિક વિધિના નામે એક વેપારી ઠગાયો
Etv Bharatતાંત્રિક વિધિના નામે એક વેપારી ઠગાયો (Etv Bharatતાંત્રિક વિધિના નામે એક વેપારી ઠગાયો)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 8:49 PM IST

તાંત્રિક વિધિના નામે એક વેપારી ઠગાયો (Etv Bharat Gujarat)

રાજકોટ: જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે વેપારી સાથે રૂપિયા 13 લાખની છેતરપિંડી કરવાના પ્રકરણમાં જામકંડોરણા પોલીસે નામચીન મદારી ગેંગના ચાર આરોપીઓને ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ઝડપાયેલ વ્યક્તિઓ પાસેથી 4.60 લાખની રોકડ અને મોબાઇલ મળી રૂપિયા 06.19 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

13 લાખ રૂપિયાની છેતરપિંડી : ગુજરાતીમાં એક કહેવત છે કે, “લોભિયા હોય ત્યાં ધુતારાઓ ભૂખે નથી મરતા” આ કહેવાતનો એક કિસ્સો રાજકોટના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે કે જ્યાં લોભ લાલચમાં લાલચુ વેપારીને છેતરી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાની અંદર એક-બે નહીં પરંતુ 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરી વેપારીને છેતર્યો હોવાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ કિસ્સાની અંદર હાલ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ બનાવમાં ચાર જેટલા વ્યક્તિઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હજુ ચાર જેટલા વ્યક્તિઓ ફરાર હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

અન્ય બે લોકો સાથે છેતરપિંડી: જામકંડોરણાના ખજુરડા ગામે વેપારીની દુકાને દક્ષિણા માંગવા સાધુ વેશમાં જઇ માતાજી પ્રશંન્ન થયા છે અને ધન પ્રાપ્તી થશે, વગેરે કહી તાંત્રિક વિધિ કરાવી માતાજી ક્રોધીત થયા છે તેને મનાવવા અલગ-અલગ જગ્યાએથી ધૂપ મંગાવી ધૂપના કુલ રૂપિયા 13 લાખ વેપારી પાસેથી લઇ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસ પૂછપરછમાં ઝડપાયેલ વ્યક્તિઓ સાત મહિના દરમ્યાન મીઠાપુરના ભીમરાળા ગામે અને જામજોધપુરના મોડપર ગામે પણ બે લોકો સાથે છેતરપિંડી કર્યાની કબુલાત આપી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ધૂપના નામે 13 લાખ લૂંટયા: આ બનાવમાં જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયા (ઉ.વ. 46) કે જેઓ પોતાના ગામમાં ઈલેક્ટ્રીકની દુકાન ચલાવે છે, તેમની દુકાને ચાર માસ પહેલા એક બાવા સાધુના વેશમાં કોઈ આવ્યું હતું અને તેમને રૂદ્ર આપ્યો હતો. અને આ બાવા સાધુએ વેપારી સાથે મિત્રતા કરી તેઓના પર માતાજી પ્રસન્ન થયા છે, તેવું કહી ધન પ્રાપ્તિ થશે તેવી લાલચ આપી હતી. તેની વિધિ માટે ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનું, જુના રૂપીયાના સીક્કા, ચુંદડી, કંકુ સહિતનો વીધીનો સામાન લઇ વાંકાનેર પાસે રફાળા બોલાવ્યા હતા, અને વિધિ કર્યા બાદ સાધુએ 25 તોલા ધૂપ આપવું પડશે તેવું કહ્યું હતું. અને આમ કુલ રૂ.13 લાખ વેપારી પાસેથી પડાવ્યા હતા.

વેપારી આ વિધી દરમ્યાન સાચી માને તે માટે આરોપીમાંથી એકે બેભાન થવાનુ નાટક કરી મોંઢામાં કંકુ નાખી લોહી નીકળવાનુ નાટક કર્યું, પછી તેને સજીવ કરી વેપારીને ડરાવ્યો, અને ત્યારબાદ ધુપના નામે અલગ-અલગ સ્થળે બોલાવી પૈસા લઇ ધુપની શીશી આપી તેમજ પતરાની પેટીમા કરોડો રૂપીયા ભરાઇ જશે તેમ વિશ્વાસ અપાવી ફરીયાદી પાસેથી ધુપના નામે વધુમા વધુ 13 લાખ રૂપીયા પડાવી ગુનો આચર્યો હતો.

પોલીસના મુજબ સંપૂર્ણ ઘટના: પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઝડપાયેલ વ્યક્તિઓએ કબુલાત આપેલ છે કે આજથી છ-સાત મહીના પહેલા મીઠાપુર તાલુકાના ભીમરાણા ગામે એક ભાઇને ધન પ્રાપ્તિની લાલચ આપી રૂપીયા 11 લાખની છેતરપીંડી કરી હતી. આ ઉપરાંત આજથી સાડા ત્રણ મહીના પહેલા જામજોધપુર તાલુકાના મોડપર ગામે એક આદીવાસી મજુરના રૂપીયા 5 લાખ, પચાસ હાજરની છેતરપીંડી કરી હતી.

આરોપીઓની લિસ્ટ: પોલીસે છેતરપિંડી કરનાર મદારી ગેંગના જાલમનાથ રાજુનાથ પઢીયાર (મદારી), જોગનાથ રાજુનાથ પઢીયાર (મદારી), પ્રકાશનાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) અને ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂ.4.60 લાખ, સાત મોબાઈલ અને કાર મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે જાલમનાથ શંભુનાથ પઢીયાર , સાગરનાથ બાબુનાથ ભાટી ,આસમનાથ બકાનાથ પરમાર અને પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પોલીસની જનતાને અપીલ: આ પ્રકારની ઘટનાઓ અને બનાવને લઈને પોલીસે પણ લોકોને સાવચેત રહેવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે, કોઇપણ પ્રકારના સાધુ વેશ ધારીઓ દ્રારા દુ:ખ દુર કરી, ચમત્કાર બતાવી, રૂપીયા બનાવી આપવા જેવી લોભામણી વાતોમાં આવવું નહી તેમજ જાહેરજનતાને આવા લેભાગુ તત્વોથી ચેતી રહેવા તથા અંધશ્રધ્દ્રા ભરી લોભામણી વાતોમાં નહી આપવા તેમજ રોકડ રકમ કે અન્ય કોઇ કિંમતી મિલકત ધુતારાઓને નહી આપવા અપીલ કરવામાં આવે છે.

  1. વાપી અને ઉમરગામ નજીકથી મળેલા શંકાસ્પદ મૃતદેહોનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા - Murder accused arrested in Vapi and Umargam
  2. આખરે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા જુનાગઢ પોલીસની પકડમાં, જૂનાગઢના યુવકનું અપહરણ અને હુમલાનો આરોપ - kidnapping and assaulting case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.