રાજકોટ: સરકાર દ્વારા વિવિધ ગ્રાઉન્ડ લેવલના તેમજ ડોર ટુ ડોર કાર્યો માટે સતત આશા વર્કરનો સંપર્ક સર્વમાં આવે છે. આપણે જાણોએ છીએ કે રાજ્યમાં ફરજ બજાવતા આશા વર્કર્સ એ આપના વચ્ચે રહીને મહત્વપૂર્ણ કામગીરી કરે છે. પરંતુ તાજેરાતમાં રાજકોટમાં કામ કરતાં આશા વર્કરના મૃત્યુના સમાચારે જિલ્લામાં મોટો હોબાળો મચાવ્યો. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૃત્યુ પામનાર આશાવર્કરની તબિયત ખરાબ હોવા છતાં તેને કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરિણામે તેનું મોત નીપજ્યું હતું. સંપૂર્ણ ઘટના બાબતે અન્ય આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
દવા લઈને પણ કામ કરવું પડશે તેવું દબાણ: સૂત્રો તરફથી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, જિલ્લાના કોઠારીયા રોડ ઉપર આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર આસ્મીન દ્વારા મૃત્યુ પામનાર આશાવર્કર બહેનને કામનું દબાણ કરવામાં આવ્યું હતું. મૃત્યુ પામનાર નયનાબેન મોલીયા નામના જે આરોગ્ય અધિક કર્મચારી છે તેમની તબિયત ગત તારીખ 12 થી નાદુરસ્ત હોવા છતાં તેને ફરજિયાત નોકરી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. 14મી સપ્ટેમ્બરે તેમની તબિયત વધારે નાદુરસ્ત હોવા છતાં તેને મિટિંગમાં હાજર રહેવામાં કહેવામાં આવ્યું હતું. ઉપરાંત દવા લઈને પણ કામ કરવું પડશે તેવું દબાણ કરવામાં આવ્યું હતું, આ પ્રકારનો આક્ષેપ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવેલ છે.
આશાવર્કર બહેનોએ ધરણા કર્યા: ગત તારીખ 19ના રોજ આશાવર્કર બહેનનું મોત થતા અન્ય આશાવર્કર બહેનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા આવું દબાણ ન કરવામાં આવે તેના માટે આજે આશાવર્કર મહાનગરપાલિકાની કચેરી ખાતે આશાવર્કર બહેનોએ ધરણા કર્યા હતા અને મૃત્ય પામનાર આશાવર્કરને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ મામલે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અંગે કમિટી બનાવી અને યોગ્ય તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: