ETV Bharat / state

શહેરમાં મોહરમ પર્વ અંતર્ગત તાજીયા ઝુલુસ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું - Moharram festival - MOHARRAM FESTIVAL

સુરત શહેરમાં મોહરમ પર્વ અંતર્ગત તા.૧૬મી એ શહાદતની રાત તથા તા.૧૭મીએ તાજીયા વિસર્જનના ઝુલુસ દરમ્યાન સમગ્ર સુરત શહેરમાં ટ્રાફિક નિયમનના ભાગરૂપે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

મોહરમ પર્વ અંતર્ગત તાજીયા ઝુલુસ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું
મોહરમ પર્વ અંતર્ગત તાજીયા ઝુલુસ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 8:11 PM IST

સુરત: તા.૧૬ના રોજ શહાદતની રાત તથા તા.૧૭મીએ ‘તાજીયા વિસર્જન’માં સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જાહેર જનતાના હિતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી થઇ શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે દિલ્હીગેટથી જુની લાલગેટ, નાનાવટી રોડ, ક્રાઉન ડેરી ચાર રસ્તાથી હોળી બંગલા સુધીના માર્ગ પર કોઇ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મોહરમ પર્વ અંતર્ગત તાજીયા ઝુલુસ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું (Etv Bharat Gujarat)

જે અનુસાર સુરત શહેરમાં શહાદતની રાત પ્રતિબંધિત વિસ્તારમાં એર ઈન્ડિયાથી કોટ-સફિલ રોડ, કરવા રોડ, બેગમપુરા ચોકી થઈ મુંબઈવડ થઈ સહારા દરવાજા સુધીનો માર્ગ બંધ કરેલ છે. જેનો વૈકલ્પિક માર્ગ તરીકે સલાબતપુરા વિસ્તાર તરફ અને ઝાંપાબજાર થઈ દિલ્હીગેટ તથા રિંગ રોડ તરફના માર્ગનો ઉપયોગ કરી શકશે. સાથે સળીયાવાળા માર્કેટથી ટાવર સુધીનો માર્ગ બંધ કરેલ છે. તેનો વૈકલ્પિક રોડ તરીકે સળીયાવાળા માર્કેટથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગરોડ તરફ જઈ શકાશે.

વિસર્જનના દિવસે તા.૧૭મીના રાત્રીના ૧૨.૦૦ કલાકથી વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી દિલ્હીગેટથી જુની લાલગેટ, નાનાવટી રોડ, ક્રાઉન ડેરી સુધીનો બંન્ને તરફનો આવવા જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે દિલ્હીગેટથી જુની લાલગેટ, નાનાવટી રોડ, ક્રાઉન ડેરી થઈ રાંદેર તરફ જવા માટે દિલ્હીગેટથી રિંગરોડ થઈ સરદાર બ્રિજ અને ગોટાલાવાડીથી કતારગામ દરવાજા થઈ જીલાની બ્રિજથી જઈ શક્શે. તથા રાંદેર તરફથી સ્ટેશન તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો સરદાર બ્રિજથી રિંગરોડ તથા જીલાની બ્રિજ થઈ રેલ્વે સ્ટેશન જઈ શક્શે.

ક્રાઉન ડેરી ચાર રસ્તાથી વેડ દરવાજા સુધીનો બન્ને તરફનો આવવા-જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે હોપ પુલ, જીલાની બ્રિજથી કતારગામ-રાંદેર તરફ તે જ રીતે અઠવા રિંગ રોડ તરફ જઇ શકાશે.

હોડી બંગલાથી કતારગામ દરવાજા સુધીનો બન્ને તરફનો આવવા જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગનો વેડ દરવાજાથી જીલાની બ્રિજનો ઉપયોગ કરી રાંદેર તરફ જઇ શકાશે.

ભાગળ ચાર રસ્તાથી નવસારી બજાર ચાર રસ્તા સુધીનો બન્ને તરફનો આવવા જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ આંતરિક ગલીઓનો ઉપયોગ કરી શકાશે.

નવસારી બજાર ચાર રસ્તાથી ઉધના દરવાજા સુધીનો બન્ને તરફનો આવવા-જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ ઉધના દરવાજાથી રિંગ રોડ તરફ તથા નવસારી બજારથી મકાઇપુલ તરફ જઇ શકાશે.

સળીયાવાળા માર્કેટથી ટાવર સુધીનો બન્ને તરફનો આવવા જવાનો રસ્તો બંધ રહેશે.ત્યારે વૈકલ્પિક માર્ગ બેગમપુરા ચોકીથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી શકાશે.

કાંસકીવાડથી ભાગળ સુધીનો બન્ને તરફનો આવવા જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે કાંસકીવાડ ત્રણ રસ્તાથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી શકાશે.

સહારા દરવાજાથી મોતી સિનેમા સુધીનો બન્ને તરફનો આવવા-જવાનો રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે સલાબતપુરા, બેગમપુરા અને ઝાંપાબજાર વિસ્તારના વાહનો આંતરિક ગલીઓનો ઉપયોગ કરી કિન્નરી સિનેમા થઇ, રિંગરોડ થઇ રેલવે સ્ટેશન તરફ જઇ શકશે.

તા.૧૭મીએ વિસર્જન સરઘસના દિવસે દિલ્હીગેટથી જુની લાલગેટ, નાનાવટી રોડ, ક્રાઉન ડેરી ચાર રસ્તાથી હોળી બંગલા સુધીના માર્ગ પર કોઇ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું ફરજ પરના પોલીસ વિભાગના વાહનો, આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ SMCના વાહનો અને ગુજરાત સરકારના તમામ વાહનોને અગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

  1. મોહરમના તહેવારને લઇ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બેઠક યોજાઈ - surat Police held a meeting
  2. ઉમરપાડાના દીવતન ગામે વરસેલા વરસાદને લીધે દેવઘાટ ધોધમાં નવા નીરની આવક - NEW WATER FLOWS INTO DEVGHAT FALLS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.