ETV Bharat / state

પ્રિયંકા ગાંધી વલસાડ મુલાકાત પહેલાં સુરત એરપોર્ટ પર આવ્યું વિઘ્ન, બાય રોડ વલસાડ જવા રવાના થયાં - Lok sabaha Election - LOK SABAHA ELECTION

લોકસભા ચૂંટણી પ્રચાર માટે વલસાડ આવી રહેલા પ્રિયંકા ગાંધી વલસાડ મુલાકાત પહેલાં સુરત એરપોર્ટ પર આવી પહોચ્યાં હતાં. જ્યાં ટેકનિકલ વિઘ્ન આવતાં તેઓ ચોપરની જગ્યાએ બાય રોડ વલસાડના ધરમપુર જવા રવાના થયાં હતાં.

પ્રિયંકા ગાંધી વલસાડ મુલાકાત પહેલાં સુરત એરપોર્ટ પર આવ્યું વિઘ્ન, બાય રોડ વલસાડ જવા રવાના થયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 27, 2024, 1:04 PM IST

સુરત એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી

સુરત : લોકસભા ચૂંટણી માટે ત્રીજા ચરણ માટે પ્રચાર જોરમાં છે ત્યારે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની મુલાકાતે છે. તેઓ ધરમપુરની મુલાકાતે છે. સુરત એરપોર્ટ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કાર્યકારી પ્રમુખ કધીરપીર દાદાએ સુતરની આટી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. જોકે ટેકનિકલ કારણોસર તેઓ એરપોર્ટથી વલસાડ ચોપરથી નથી જઈ શક્યા અને તેઓ બાય રોડ વલસાડ પહોંચ્યા છે.

ચોપરની ટેકનિકલ ખામી દૂર થઈ જશે આ સમગ્ર મામલે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે કંઈક ટેકનીકલ ખામી આવી હોવાના કારણે હાલ તેઓ ચોપરથી નહીં પરંતુ બાય રોડ જઈ રહ્યા છે. સંભાવનાઓ છે કે આ ટેકનિકલ ખામી દૂર થતા જ તેઓ વલસાડથી ચોપરથી સુરત એરપોર્ટ પહોંચશે.

પ્રિયંકા ગાંધી વલસાડ મુલાકાત : વલસાડ લોકસભા બેઠક પરના સાત વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને ભાજપથી વધુ મતો મળે તેના માટે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા છે. પ્રિયંકા ગાંધી અહીં સભા ગજવશે. એરપોર્ટ પર પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા માટે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને ઉત્સાહિત હતાં. પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબારગઢમાં પહોંચી ગયા છે અને તેઓ કપરાડા વાંસદા ડાંગ ધરમપુરની આદિવાસી મહિલાઓને ખાસ આકર્ષિત કરવા માટે પ્રયત્ન કરતા જોવા મળશે.

ભાજપ પર કરી શકે છે આકરા પ્રહારો : પ્રિયંકા ગાંધીના આગમનથી કોંગ્રેસના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનમાં તેઓ ભાજપા પર આકરા પ્રહારો કરતા જોવા મળશે. ખાસ કરીને આદિવાસી ક્ષેત્ર હોવાના કારણે યુપીએ સરકાર દ્વારા જે કાર્યો આદિવાસી સમાજ માટે કરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ પણ કરી શકે છે.

  1. આજે ગુજરાતમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, વલસાડના ધરમપુરમાં ગજવશે જાહેર સભા - Lok Sabha Election 2024
  2. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે, આ તારીખોમાં નામાંકનની શક્યતા - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.