ETV Bharat / state

Mpoxને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓનો ધમધમાટઃ 10 આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા - Mpox preparations in Rajkot - MPOX PREPARATIONS IN RAJKOT

Mpox ધીમે ધીમે વિશ્વભરમાં પ્રવેશ કરવાની તૈયારીઓમાં છે. મંકી પોક્સને લઈને હાલમાં જ WHO સંસ્થા દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. હવે આ રોગને લઈને ભારત ભરમાં મુશ્કેલી આવે તે પહેલા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પણ તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે. આવો જાણીએ વિગતે... - Mpox preparations in Rajkot of Gujarat

Mpoxને લઈ રાજકોટ સિવિલમાં તૈયારીઓ
Mpoxને લઈ રાજકોટ સિવિલમાં તૈયારીઓ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 4:56 PM IST

રાજકોટઃ વિશ્વમાં કોરોના બાદ હવે બીજા વાયરસની ચિંતા વધી છે. મંકીપોક્સ નામના વાયરસ અંગે WHOએ પણ નોંધ લીધી છે. જોકે, ભારતમાં હજુ એક પણ કેસ નોંધાયો નથી પરંતુ, તૈયારી રૂપે રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં 10 બેડનો આઈસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ જરૂર પડ્યે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ હોવાનો દાવો પણ સિવિલ તંત્રએ કર્યો છે.

રાજકોટમાં તૈયાર કરાયો આઈસોલેશન વોર્ડ
રાજકોટમાં તૈયાર કરાયો આઈસોલેશન વોર્ડ (Etv Bharat Gujarat)

ગુજરાત સરકારની સૂચનાથી ખાસ વ્યવસ્થા કરાઈઃ સિવિલ હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડીનેટર ડો. હેતલ ક્યાડા પાસેથી મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કોઈપણ કેસ સામે આવ્યો નથી પરંતુ ગુજરાત સરકારની સૂચના મુજબ અત્યારથી જ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંકીપોક્સનાં દર્દીને અલગથી રાખવો જરૂરી હોય છે. ત્યારે કોઈ દર્દી શંકાસ્પદ જણાય અથવા મંકીપોકસ ડીટેકટ થાય તો દર્દી આઇસોલેશનમાં રાખવા માટેની 10 બેડનો આઇસોલેટેડ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઓરી-અછબડા થયા હોય તેને આ રોગ થવાની સંભાવના ઓછી છે. આમ છતાં લોકોને સ્કિન પર લાલ ફોલ્લીઓ થવી જેવા કોઈ લક્ષણો જણાય તો તરત સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવવાની અપીલ તેમણે કરી છે.

વિશ્વમાં મંકી પોક્સના 27000થી વધુ કેસઃ અત્રે ઉલ્લેખનીય છે કે, મંકી પોક્સ વાયરસનાં વિશ્વભરમાં 27 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 1100 લોકોના મોત પણ થયા છે. આ વાયરસનો ડર વિશ્વ ભરના દેશોમાં ફેલાયો છે અને વાયરસથી બચવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. ભારતમાં હજુ સુધી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. છતાં વાયરસથી બચવા તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે.

  1. વૈશ્વિક સ્તરે Mpoxના કેસોમાં વધારો થતાં ભારતે વધારે સતર્કતા0, અધિકારીઓએ કહ્યું, રોગ સામેની તમામ તૈયારીઓ - WHO ABOUT Mpox
  2. એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ? જાણો નિષ્ણાતનો અભિપ્રાય, શું તમે જરદીને ફેંકી દેવાની ભૂલ કરી રહ્યા છો? - HOW MANY EGG TO EAT DAILY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.