ભુજ: શહેરની નગરપાલિકા દ્વારા 60 જેટલા વરસાદી નાળા માટે સામાન્ય રીતે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ભુજ નગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. હાલમાં ભુજ શહેરમાં 60 જેટલા વરસાદી નાળા આવેલા છે.ભુજ નગરપાલિકા દ્વારા નાળા સફાઈ માટે આયોજન મુજબ કામ થઈ રહ્યા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
દર વર્ષે આ કામગીરી પાછળ 17થી 18 લાખનો ખર્ચો: ભુજ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે આ કામગીરી પાછળ 17થી 18 લાખનો ખર્ચો થતો હોય છે. સાફ સફાઈમાં ઉપયોગમાં લેવાતાં મશીનના ખર્ચ અને નાળા સફાઈનો અંદાજિત 12 લાખ જેટલો ખર્ચ આ વર્ષે પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ગત વર્ષે સેવાભાવી સંસ્થા દ્વારા ટોકન ચાર્જથી 2 જેસીબી ફાળવ્યા હતા જેથી 7થી 8 લાખનો ખર્ચ બચ્યો હતો.
વરસાદ વરસ્યા બાદ પરિણામ જોવા મળશે: ભુજ નગરપાલિકા દ્વારા 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં 35 હજાર રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈની કામગીરી હાથ ધરવામા આવી છે. ઉપરાંત નગરપાલિકાના 5 જેટલા ટ્રેક્ટર અને 20 જેટલા સફાઈ કામદાર દ્વારા નાળા સફાઈનું કામ શરૂ કરાયું છે. આયોજનને પગલે આ વર્ષે સફાઇ યોગ્ય રીતે થશે તેવું લાગી રહ્યું છે અને વરસાદ સમયે પાણી ભરાશે નહીં અને તેનો યોગ્ય રીતે નિકલ થઈ જશે ત્યારે જ પરિણામ સામે આવશે.
ભુજ નગરપાલિકા દ્વારા ટિમો કાર્યરત: પ્રિ-મોન્સૂન કામગીરી અંગે વાત કરતા ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરએ જણાવ્યું હતું કે, નાળા સફાઈની કામગીરી પૂર્ણતા આરે છે. વરસાદ દરમ્યાનની ઉદ્ભવતી પરિસ્થિતિ અનુરૂપ પહોંચી વળવા ભુજ નગરપાલિકા દ્વારા ટિમો કાર્યરત આવી છે. જોખમ ભર્યા હોર્ડિંગ્સને ઉતારવામાં આવ્યા છે. મોટા વૃક્ષોને ખોરવાની સૂચના આપી દેવાઈ છે. ડ્રેનેજની કામગીરી રૂટિન હોય છે પરંતુ ચોમાસાને લઇને મુખ્ય ગટર લાઈનો સાફ કરવામાં આવે છે. ચોમાસા દરમ્યાન સ્થિતિને અનુરૂપ ભુજ નગરપાલિકા ખર્ચ કરતી હોય છે. અંદાજિત 10 થી 12 લાખ જેટલો ખર્ચ થતો હોય છે. વરસાદ દરમ્યાન ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા ભુજ નગરપાલિકાની ખાસ ટીમ કાર્યરત રાખવામાં આવશે.