ETV Bharat / state

દેશના 5 રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો ગાંધીનગરથી આરંભ - Poshan tracker app

પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ દેશના 5 રાજ્યોમાં એક ગુજરાતમાં ગાંધીનગર ખાતેથી શરૂઆત કરાવવામાં આવી છે. લોન્ચિંગના આ સમયે કેન્દ્રના અને રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા... - Poshan tracker app new feature of face authentication

મંત્રીઓ આંગણવાડીની મુલાકાતે
મંત્રીઓ આંગણવાડીની મુલાકાતે (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2024, 5:56 PM IST

ગાંધીનગરઃ કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આંગળવાડીમાં મંત્રીની મુલાકાતઃ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર -3 ન્યૂની આંગણવાડીની મુલાકાત કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીએ લીધી હતી. આ પાયલોટ પ્રોજેકટનો આરંભ કારવ્યો હતો. ગાંધીનગર ખાતે આંગણવાડીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી સાથે નાના ભૂલકાઓ સાથે હળીમળી ગયા હતા. તેમની ઉપસ્થિતિમાં કાર્યકર બેન પાસે નિયમિત કેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, તેને નિહાળી હતી. કેન્દ્રીય મંત્રી નાના ભૂલકાઓના બાળ ગીત સાથેના નૃત્ય, શાકભાજી- ફળની ઓળખ કરવાની ક્ષમતા, રંગ ઓળખ જેવી બાબતોથી ખુશ થયા હતા. તેમણે ભૂલકાઓ સાથે વાતચીત કરીને બાળકોને સુખડી ખવડાવી હતી. તેમણે આંગણવાડીના ઈન્ફરાસ્ટ્રક્ચરનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ
પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ (ETV BHARAT GUJARAT)

ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરીયાએ ગુજરાત રાજ્ય સહિત દેશના પાંચ રાજ્યમાં અમલી થનાર પાયલોટ પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું હતું અને સગર્ભા, ધાત્રીમાતાને પોષણ ક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ કર્યું હતું.

પોષણ ક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ
પોષણ ક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ (ETV BHARAT GUJARAT)

ખરા લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તેનો પ્રયત્નઃ સરકારી દાવા પ્રમાણે, પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ટેક હોમ રાશન (ટીએચઆર)નો લાભ ફકત વાસ્તવિક લાભાર્થીઓ સુધી જ પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ સરકારની ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફેસ ઓથેન્ટિકેશનથી લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓમાં પારદર્શિતા લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ખુબ જ સરળ પ્રક્રિયા છે. જેમાં સૌપ્રથમ આંગણવાડી કાર્યકર (AWW) દ્વારા લાભાર્થીના ચહેરાને એપમાં રજિસ્ટર કરવામાં આવશે. ત્યારબાદ દર વખતે ટીએચઆર વિતરણ સમયે, લાભાર્થીના ચહેરાને એપના માધ્યમથી મેચ કરવામાં આવશે. જેની સાથે લાભાર્થીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. લાભાર્થીને મળેલ OTPને એપમાં દાખલ કરવામાં આવશે. સફળ ચહેરા ઓળખ અને OTP ચકાસણી પછી જ, આંગણવાડી કાર્યકર લાભાર્થીને ટીએચઆર આપી શકશે. આ ફેસ ઓથેન્ટિકેશનથી આંગણવાડી કાર્યકરની કાર્યપદ્ધતિને વધુ સુચારુ અને પારદર્શક બનાવશે. આ એપ ગુજરાત રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એક - એક ઘટકમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી બનાવવામાં આવી છે

બાળકો સાથે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા
બાળકો સાથે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા (ETV BHARAT GUJARAT)

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના સચિવ અનિલ મલિક, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ રાકેશ શંકર, આઇ.સી.ડી.એસ. ના કમિશનર ડો. રણજીત સિગ, ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર જે.એન.વાઘેલા સહિત મહિલા અને બાળ કલ્યાણ ના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

  1. નિવૃત્તિના દિવસે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જન સંપર્ક અધિકારી જીતેન્દ્ર કુમાર જયંત સાથે ખાસ સંવાદ - Western Railway
  2. મહીસાગર જિલ્લાનો ગ્રાઈન્ડ રિપોર્ટ, વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા સર્વેલેન્સ કામગીરી હાથ ધરાઈ - mahisagar rainfall update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.