ETV Bharat / state

પોરબંદરમાં ગાંજો વેચતા ઇસમને પોલીસે દબોચ્યો, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી - Porbandar Crime - PORBANDAR CRIME

પોરબંદરના માણેકચોકમાં ગાંજો વેચતા ઈસમને પોરબંદર પોલીસે દબોચ્યો છે. પોલીસ સ્ટાફે બાતમીના આધારે મિત ગઢવી નામના શખ્સને ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરમાં ગાંજો વેચતા ઇસમને પોલીસે દબોચ્યો
પોરબંદરમાં ગાંજો વેચતા ઇસમને પોલીસે દબોચ્યો (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 10:54 PM IST

પોરબંદર : ગુજરાતભરમાં નશાકારક પદાર્દોનું સેવન અને વેચાણ વધ્યું છે. પોરબંદર પોલીસને કડિયા પ્લોટ નટવર ઓઇલ મિલ પાસે રહેતો મિત ઈશ્વરભાઈ ગઢવી માણેકચોકમાં પોતાની બાઇકમાં ગાંજાનો જથ્થો લઈને નીકળો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 5,200 રૂપિયાની કિંમતનો ગાંજો પકડી લીધો હતો.

નશા વિરુદ્ધ પોલીસ અભિયાન : જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજા દ્વારા પોરબંદરમાં નશીલા પદાર્થ પીનાર અને વેચનારાઓને પકડી પાડવા તથા આવી પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાઈ રહે તે બાબતે ખાસ સૂચના આપવામાં આવી હતી.

પોરબંદર પોલીસની કાર્યવાહી : પોરબંદર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. ચૌધરીની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ સલીમ પઠાણ તથા કોન્સ્ટેબલ હોથીભાઈ મોઢવાડિયાને ચોક્કસ બાતમી મળી હતી કે, મીત ઇશ્વરભાઈ મઢવી પોતાના એકસેસ મોપેડ નં. GJ 25 AE 0721 ની ડેકીમાં સૂકા ગાંજાનો જથ્થો રાખી માણેકચોકમાં છુટક માણસોને ગાંજાની પડીકીનું વેચાણ કરે છે.

ગાંજો વેચતો શખ્સ ઝડપાયો : આ બાતમી મળતા તે જગ્યાએ પોલીસ સ્ટાફે રેડ કરી આરોપીને તેના એકસેસ મોપેડની ડેકીમાં માદક પદાર્થ સૂકા પાંદડા, ડાળખા અને બી વાળી વનસ્પતિજન્ય ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 5,200 રૂપિયાની કિંમતનો 520 ગ્રામ ગાંજો અને રુ. 25,000 કિંમતની મોપેડ સહિત કુલ રૂ.30,200 કિંમતના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ NDPS ACT, 1985 ની 8.8(C) 201(E) (ii) (3) મુજબનો ગુનો કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. સાથે જ આરોપીની પોકેટ કોપ/ઇ-ગુજકોપમાં તપાસ કરવામાં આવી છે.

  1. અમેરિકાથી આવેલો 3.50 કરોડનો ગાંજો અમદાવાદ પોલીસે કબજે કર્યો
  2. પાર્સલ મારફતે નસીલો પદાર્થ જુનાગઢમાં ઘુસાડવાનો કારસો, એકની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.