ETV Bharat / state

Deep-Sea Project : વન અને પર્યાવરણની વાસ્તવિક સ્થિતિ પર અર્જુન મોઢવાડિયાએ સરકારને અરીસો દેખાડ્યો

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં વન અને પર્યાવરણની સ્થિતિ અને સુરક્ષા અંગે સરકાર સમક્ષ દર્પણ મૂક્યો હતો. વિવિધ મુદ્દે ફેક્ટ અને આંકડા સાથે પોતાની માંગ અને રજૂઆત ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન મૂકી હતી.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 28, 2024, 10:17 AM IST

Updated : Feb 28, 2024, 12:08 PM IST

વન અને પર્યાવરણની વાસ્તવિક સ્થિતિ

પોરબંદર : ગુજરાત વિધાનસભામાં વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાયમેન્ટ ચેન્જ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની માંગણી પરની ચર્ચા દરમિયાન જેતપુર-પોરબંદર ડીપ-સી પાઈપલાઈન યોજના રદ કરવાની માંગ કરતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, જેતપુરના ઉદ્યોગોનો ઝેરી કડદો પાઈપલાઈન મારફતે પોરબંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજના રદ્દ કરવામાં આવે.

ડીપ-સી પ્રોજેક્ટ બંધ કરો : અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જેતપુરના ઉદ્યોગોના પાણીએ આજુબાજુના બે-ત્રણ જિલ્લાના ભૂગર્ભ પાણીને ખરાબ કરી નાખ્યુ છે, ખેતીનો નાશ કરી નાખ્યો છે. હવે આ પ્રદુષિત પાણી રૂ. 800 કરોડના ખર્ચે પાઈપલાઈન નાખી દરિયામાં ઠાલવવાની યોજના ઘડવામાં આવી છે. અમને ઉદ્યોગો સામે વાંધો નથી, પરંતુ આવુ પ્રદૂષણ નથી જોઈતું. અમારે ત્યાં આ પ્રદુષિત પાણી ઠાલવવાનું ચલાવીશું નહીં, મારી સરકારને વિનંતી છે કે આ ડીપ-સી પ્રોજેક્ટને બંધ કરો અને તેની જગ્યાએ ત્યાં જ પાણી રીસાઈકલ કરીને ઉદ્યોગોને આપો. ઉદ્યોગોને ન વાપરવું હોય તો શુદ્ધ કરેલ પાણી ખેડૂતોને આપો.

વોટર સ્પોર્ટસ યોજના : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે સૌથી લાંબો દરિયાકિનારો હોવા છતાં આપણે વોટર સ્પોર્ટ્સમાં પાછળ છીએ. મોટાભાગના રાજ્યોમાં વોટર સ્પોર્ટ્સની યોજનાઓ છે, પરંતુ ગુજરાતમાં નથી. જેથી સરકારને મારી વિનંતી છે કે, વિસાવાડા (મૂળ દ્વારકા) પાસે નવો બીચ બનાવવાનું આયોજન છે, ત્યાં વોટર સ્પોર્ટસ યોજના લાવીને આઈકોનીક સેન્ટર બનાવવામાં આવે અને દરિયાકિનારે વોટર સ્પોર્ટ્સને લગતી બીજી રમતો પણ ઊભી કરવામાં આવે.

વન અને પર્યાવરણ સુરક્ષા : વન અને પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણની સુરક્ષા જેવી મહત્વપૂર્ણ બાબતે આપણે મોડા જાગ્યા, સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી સૌથી પહેલા વાઇલ્ડ લાઇફ એક્ટ, 1972 લાવ્યા, ત્યારબાદ બધા રાજ્યોએ કાયદો પસાર કર્યા, જેના કારણે વાઈલ્ડ લાઈફના બચાવવી શક્ય બની. આ બાબતે એક ગુજરાતીનું પણ મોટું યોગદાન રહેલું છે. કાંકરીયા પ્રાણી સંગ્રહાલયના તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટ રોબિન ડેવિડે વડાપ્રધાનને આ બાબત સમજાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

આપણા વિશાળ દરિયાકિનારે મોટા પાયે પ્રવાસન ઉદ્યોગ વિકસી શકે તેમ છે, સાથે જ દરિયામાં એક્સપ્લોરેશન કરીને દરિયાઈ સંપત્તિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ તે કરવામાં આવતુ નથી. તેની જગ્યાએ દરિયામાં ડીપ-સી પાઈપલાઈન નાખી ઉદ્યોગોનું પાણી દરિયામાં ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. -- અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય, પોરબંદર)

મેનગ્રોવ્ઝનું મહત્વ : એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ, 1986 અમલમાં આવ્યો તેના કારણે વાઘ અને સિંહને બચાવી શક્યા. હવે જંગલ સુરક્ષિત રાખવા હશે તો વાઈલ્ડ લાઈફને પ્રોટેક્ટ કરવી પડશે. દરિયાકિનારામાં જે એક્વાકલ્ચર છે તેનું બ્રીડિંગ સેન્ટર મેન્ગ્રોવ્સ છે. દરિયાના ખારા પાણી મીઠા પાણીમાં ન ભળે તે માટે મેન્ગ્રોવ્સ જરૂરી છે. આપણે તો મેન્ગ્રોવ્સ કાપવાનું કામ ઘણા વર્ષો સુધી કર્યું છે. હવે જાગૃત થયા છીએ, પરંતુ વધુ જાગૃત થવાની જરૂર છે.

સરકાર પર ગંભીર આક્ષેપ : અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, વર્તમાન સરકાર જંગલની જમીન ડાયવર્ટ કરવાનું કામ મોટા પાયે કરી રહી છે. વર્ષ 2020-21 માં 220 યુનિટ થકી 1237 હેક્ટર જંગલની જમીન ડાયવર્ટ કરી, વર્ષ 2021-22માં 196 દરખાસ્ત સામે 443.48 હેક્ટર જંગલની જમીન ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિ તરફ ડાયવર્ટ કરવામાં આવી. વર્ષ 2022-23 માં 74 યુનિટ માટે 318 હેક્ટર જંગલની જમીન બિન જંગલમાં ડાયવર્ટ કરવામાં આવી. આમ લગભગ બે હજાર હેક્ટર એટલે કે પાંચ હજાર એકર જંગલની જમીન માત્ર ત્રણ વર્ષમાં બિન જંગલમાં ફેરવી નાખવામાં આવી, તેમાં પણ માનીતા લોકોને વિશેષ ફાયદો આપવામાં આવ્યો.

તંત્રનો કાન આમળ્યો : અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સુરતના હજીરામાં પાણીના ભાવે જમીન ઉદ્યોગગૃહોને આપવામાં આવી છે. ArcelorMittal Nippon Steel LTD (AM/NS) ને 300 મેગાવોટ વીજળીનું પાવર સ્ટેશન બનાવવા માટે જમીન આપવામાં આવી હતી. કોઈ દિવસ 300 મેગાવોટનું પાવર સ્ટેશન બનાવવામાં જ નથી આવ્યું, પરંતુ આ જમીન પર કંપનીએ દબાણ કરી સ્ટીલ પ્લાન્ટનો ઝેરી સ્લેબ નાખવાનું કામ કર્યું છે. આ અંગે એક જાગૃત નાગરિકે હાઈકોર્ટમાં અરજી કરતા સરકારે આ દબાણ રેગ્યુલરાઈઝ કરી અને જંગલની જમીન આપી દેવામાં આવી.

આદિવાસીઓના હકની વાત : આ જમીન ઉપર પ્રથમ અધિકાર છે તેવા જંગલમાં વસતા આદિવાસી ભાઈઓને પુરતી જમીન અપાતી નથી. વન અધિકાર કાનુન, 2006 અંતર્ગત આદિવાસી ભાઈઓને જંગલની જમીન આપવામાં આવે છે. તેની મહત્તમ લીમીટ 10 એકર છે, પરંતુ બે એકર કરતા વધુ જમીન એક પણ કેસમાં આપવામાં આવી નથી. આજે પણ 33,698 કેસ પડતર છે.

  1. Arjun Modhwadia: મહાત્મા ગાંધી જન્મભૂમિ પોરબંદરને 'આયકોનિક ટૂરિસ્ટ સ્પોટ' તરીકે વિકસાવો - અર્જુન મોઢવાડિયા
  2. MP Ram Mokariya : રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવ્યું તે કોંગ્રેસને ચૂંટણીમાં નુકશાનકારક સાબિત થશે - રામ મોકરીયા

Last Updated : Feb 28, 2024, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.