ETV Bharat / state

Porbandar Crime : રાતડી ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન પકડાયું, કુલ 5 સ્થળો ઉપર દરોડા પડ્યાં

પોરબંદરના રાતડી ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન ચાલતું હતું તેવા કુલ 5 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં ખાણખનીજ વિભાગ દ્વારા કુલ 18 પથ્થર કટીંગ મશીન (ચકરડી) તથા કુલ-3 ટ્રેકટર તથા કુલ-૧ ટ્રક, મળીને અંદાજે 51 થી 60 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Porbandar Crime : રાતડી ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન પકડાયું, કુલ 5 સ્થળો ઉપર દરોડા પડ્યાં
Porbandar Crime : રાતડી ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન પકડાયું, કુલ 5 સ્થળો ઉપર દરોડા પડ્યાં
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 9:30 PM IST

પોરબંદર : પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજ મળી આવતું હોય છે. આવા ખનીજનુ ગેરકાયદેસર ખનન તથા ગેરકાયદેસર રીતે થતા ખનીજની હેરફેરને અટકાવવા તંત્ર દ્વારા પોરબંદરના રાતડી ગામે ગેરકાયદેસર ચાલતા ખનન સબબ અલગ અલગ પાંચ સ્થળોએ દરોડા પાડયા હતાં. ખાણખનીજ વિભાગ દ્વારા માપણી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

5 સ્થળો ઉપર દરોડા : પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદે ખનન ચાલતા હોય ત્યાં જિલ્લા કલેકટર પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય) તથા તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે તા.28/02/2024 ના રોજ મોજેઃ-રાતડી તા.જી.પોરબંદરના સીમ વિસ્તારમાં આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સરકારી ખરાબામાં તદન ગેરકાયદેસર ચાલતા કુલ- 5 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતાં.

51 થી 60 લાખનો મુદામાલ જપ્ત
51 થી 60 લાખનો મુદામાલ જપ્ત

નાયબ કલેકટરે આપી માહિતી : દરોડામાં કુલ 18 પથ્થર કટીંગ મશીન (ચકરડી) તથા કુલ-3 ટ્રેકટર તથા કુલ-1 ટ્રક, મળીને અંદાજે 51 થી 60 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની ધો૨ણસ૨ની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને સોંપવામાં આવેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટર પોરબંદરની યાદીમાં જણાવાયું છે.

પહેલાં પણ ગેરકાયદેસર ખનન થઇ હતી : ઉલ્લેખનીય છે કે રાતડી ગામેથી આ આગાઉ પણ ગેરકાયદેસર ખનન પકડાયેલ હતું. પરંતુ તંત્રની કોઈ બીક ન હોય તેમ આ ગેરકાયદે ખનન ફરીથી ધમધમી રહ્યું હોવાનું ખુલ્યું છે.

  1. Vadodara Crime News: પાદરાની બામણગામ નદી કિનારે થતા રેતી ખનન પર દરોડા, ખનન માફિયામાં ફફડાટ ફેલાયો
  2. Patan Crime News: સમીના દાદર ગામે ગાંધીનગર વિજિલન્સની ટીમ ત્રાટકી, ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.