ETV Bharat / state

માંગરોળના ચરેઠા ગામની નદીમાં GIPCL કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું, કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી - protest against GIPCL company

માંગરોળ તાલુકાના ચરેઠા ગામ પાસે આવેલ નદીમાં GIPCL કંપની દ્વારા શાહ અને વસ્તાન ગામે આવેલ કોલસાની ખાણમાંથી પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી. કોંગ્રેસ સમિતિ દ્વારા કંપની વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપવામાં હતી. protest against GIPCL company

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 10:47 PM IST

માંગરોળના ચરેઠા ગામની નદીમાં GIPCL કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું
માંગરોળના ચરેઠા ગામની નદીમાં GIPCL કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું (Etv Bharat gujarat)

સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના ચરેઠા ગામ પાસે આવેલ નદીમાં GIPCL કંપની દ્વારા શાહ અને વસ્તાન ગામે આવેલ કોલસાની ખાણમાંથી પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી અને નદીમાં નાખવામાં આવી રહેલું પ્રદુષિત પાણી નજરે જોયું હતું. જેથી કોંગ્રેસ સમિતિ દ્વારા કંપની વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી આપવામાં હતી.

કોલસાની ખાણમાંથી પ્રદૂષિત પાણી નદીમાં છોડાયું: ચરેઠા ગામના લોકોની ફરિયાદ હતી કે, નદીમાં પ્રદૂષિત પાણી છોડવાથી મનુષ્ય, પશુ-પક્ષી, જીવજંતુ સાથે ખેતીને પણ માઠી અસર થાય છે .આ બાબતે કોંગ્રેસના આગેવાન શાહબુદ્દીન મલેકે જણાવ્યું હતું કે, લોકોની ફરિયાદને ધ્યાને લઇને કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ચરેઠા ગામ પાસે આવેલ નદીની મુલાકાત લીધી હતી. આ સાથે GIPCL કંપનીના માઇન્સ એરિયાની મુલાકાત લીધી હતી.આ દરમિયાન GIPCL કંપની દ્વારા શાહ ગામની કોલસાની ખાણનું પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. તે અમે નજરે જોયું છે અને ત્યારબાદ માઇન્સ વિભાગના જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળવાનો અમે પ્રયાસ કર્યો હતો. પરંતુ જવાબદાર અધિકારીઓ પલાયન થઈ ગયા હતા. ફરજ પર રહેલા એક બે જવાબદારો પાસે નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે પરમિશન બતાવવાની માગણી કરી હતી. પરંતુ આ બાબતે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.

GPCIL કંપની દ્વારા પર્યાવરણને નુકસાન: સરકાર માન્ય નિયમો અનુસાર કોલસાની ખાણનું પાણી પ્રોસેસ કરીને કંપનીએ નદીમાં છોડવું જોઈએ. નાની નરોલી ગામમાં આવેલી ઔદ્યોગિક વ્યવસાયના હેતુ સ્થપાયેલ GIPCL કંપની સરકારના નીતિ નિયમોની વિરુદ્ધ જઇને પર્યાવરણને વ્યાપકપણે નુકસાન પહોચાડી રહી છે. GIPCL કંપનીના માલિકો દ્વારા વસ્તાન અને શાહ ગામ ખાતે આવેલ કોલસાની ખાણનું પ્રદુષિત પાણી ચરેઠા ગામની કુદરતી નદી તેમજ ઝરણામાં પંપસેટની મદદથી પાઈપ મારફતે નાખીને નદીના પાણીને પ્રદુષિત કરી રહ્યા છે. જેનાથી સ્થાનિક પ્રજા અને પશુ-પક્ષીઓ અને પર્યાવરણને ખુબ જ નુકસાન થયેલ છે.

પ્રદૂષિત પાણીથી ગ્રામજનો અને પશુઓને ખતરો: નદીના પાણીનો ઉપયોગ કરતા ગ્રામજનોના જીવને લઇને મોટો ખતરો ઉભો થયો છે. ગામના લોકો દ્વારા પ્રદૂષિત પાણીનો રોજિંદા કાર્યમાં ઉપયોગ કરવાથી ચામડીના રોગોના કેસો સામે આવી રહ્યા છે. નદીનું પાણી પ્રદૂષિત થઇ જવાથી પશુ-પક્ષી પાણી પી શકતા નથી. તેમજ આ પાણી ખેતીમાં સિંચાઇ માટે પણ ઉપયોગી રહ્યું નથી. પ્રદૂષિત પાણીના કારણે નદીમાં રહેતા જીવોના અસ્તિત્વ પર જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે લોક હિતમાં અને નદીને પ્રદૂષિત થતી રોકવા કોંગ્રેસ સમિતિ દ્વારા આગેવાનો અને તજજ્ઞોની સલાહ લઇને GIPCL કંપની સામે લડત લડશે.

  1. કર્મચારીઓને અસર કરતો મહત્વનો મુદ્દો પેન્શન યોજના માટે હવે કમિટી બેસશે, નાણાં મંત્રીનું આશ્વાસન - PENSION IN UNION BUDGET 2024
  2. નવસારી જિલ્લામાં ભારે વરસાદ, નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામ - Road closed due to rains in Navsari

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.