ETV Bharat / state

ગુજરાતની શાંતિ ડહોળનાર તોફાની તત્વોને પોલીસ છોડશે નહીં- DGP વિકાસ સહાય, સુરત પથ્થરમારાના પડઘા પડ્યા - DGP on Surat Stone pelting

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 10:45 PM IST

ગણેશ ઉત્સવમાં ઠેરઠેર ઘરની શાંતિ સમૃદ્ધી માટે શ્રીજીને પ્રાથના કરવામાં આવતી હોય છે, ત્યારે ગુજરાતની શાંતિ ડહોળનારા તત્વો સામે ગુજરાતના પોલીસ વડાએ આક્રમક વલણ અપનાવતા કાયદાકીય પગલા લેવાની સ્પષ્ટતા કરી છે.- DGP on Surat Stone pelting

DGP વિકાસ સહાય
DGP વિકાસ સહાય (Etv Bharat Gujarat)
DGP વિકાસ સહાય (Etv Bharat Gujarat)

ગાંધીનગર: સુરતમાં ગણેશોત્સવમાં થયેલા તોફાનના પડઘા ગાંધીનગરમાં પણ પડ્યા છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તોફાની તત્વ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ગુજરાતની શાંતિ ડહોળ ના તોફાની તત્વોને કાબુમાં કરવા પોલીસ સક્ષમ છે. રાજ્યમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તેમણે ખાતરી આપી છે. ડીજીપી વિકાસ સહાયે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે દરેક જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મીટિંગ કરી હતી.

ગણેશ વિસર્જન અને ઇદે મિલાદે માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી છે. 17મી તારીખે કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે દરેક સમાજ સાથે મિટિંગ કરી યોગ્ય સૂચનાઓ અપવમાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં બે જગ્યા બનાવ બન્યા છે. ખેડા જિલ્લામાં અને સુરત શહેરમાં ગણેશોત્સવમાં પથ્થરમારાના બનાવ બન્યા છે. બંને જગ્યા સ્થાનિક પોલીસ તરફથી ત્વરિત કાર્યવાહી કરાઈ છે. બનાવની જાણ થતાં સુરત પોલીસે તાત્કાલિક અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

સુરતમાં સ્થિતિ બગડીઃ સુરત શહેરના કમિશનર અને સિનિયર અધિકારીઓ ઘટનાક્રમ સમજી યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. પોલીસે તાત્કાલિક અસામાજિક તત્વો પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સુરત શહેરના 6 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હતા જેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરતના સૈયદપુરામાં આવેલા ગણપતિ મંડપ પર રિક્ષામાં બેસીને પથ્થર મારો કરનાર 6 બાળ આરોપી છે. આ બાળ આરોપીની ઉંમર 13 થી 15 વર્ષ છે. તેથી તેમની વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ અનુસાર કાર્યવાહી કરાઈ છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીને પોલીસ ચોકીમાં બેસાડવામાં આવ્યા ત્યારે અસામાજિક તત્વોનું ટોળું ચોકી પર ઘસી આવ્યું હતું. અસામાજિક તત્વોએ પોલીસ ચોકી પર પથ્થરમારો કરીને વાહનોને આગ ચાપી હતી. બાદમાં પોલીસે હરકતમાં આવીને 28 પથ્થરબાજોની કોબિંગ કરી અટક કરવામાં આવ્યા છે. ઝડપાયેલા તમામ આરોપી સુરત શહેરના જ છે.

ગુજરાત પોલીસ કાર્યવાહી કરવા તૈયાર છે- ડીજીપીઃ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે વધુમાં જણાવ્યું કે ગુજરાત એક શાંતિ પ્રિય રાજ્ય છે. ગુજરાત રાજ્યના શાંતિ પ્રિય લોકો હોળી, દીવાળી, ઈદ જેવા તહેવારોમાં પોલીસને સાથ આપે છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે. એવા લોકો વિરુદ્ધ ગુજરાત પોલીસ કર્યવાહી કરવા માટે તૈયારી શરૂ કરી છે. ગુજરાત રાજ્યમાં શાંતિનો માહોલ બનાવવા માટે ગુજરાત પોલીસની જવાબદારી છે. ગુજરાત પોલીસ તોફાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. પથ્થર મરનાર અસામાજિક તત્વો ગુજરાતની શાંતિ દહળવાનો પ્રયાસ કરશે તો ગુજરાત પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે. કોઈપણ તોફાની તત્વોને પોલીસ છોડશે નહીં.

આગામી 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. તેના માટે ગુજરાત પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં તૈયારી સાથે પોલીસ તૈનાત રહેશે. ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ તૈયાર છે. આજે હું એક વીડિયો કોન્ફ્રાન્સ કરી અલગ અલગ જિલ્લાઓમાં જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરીશ. અલગ અલગ જિલ્લાઓમાં 30 કંપની તૈનાત કરાશે. સુરત શહેરમાં પણ SRP ની કંપની તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. લ્યો બોલો...ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ પણ મહાનગરપાલિકાને ચોપડે સપ્ટેમ્બરમાં એકેય ડેન્ગ્યુ કેસ નથી - Dengue cases in Bhavnagar
  2. અનૈતિક સબંધમાં આધેડની હત્યા: જાણો પત્નીએ પોલીસ ફરિયાદમાં શું કહ્યું? - Rajkot murder case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.