મોરબી: વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં કુકડા કેન્દ્રમાંથી આશરે 400 મણ ડુંગળી ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપી લઈને રોકડ રકમ અને ટ્રક સહીતનો મુદામાલ કબજે કર્યો છે.
ચોરાયેલી ડુંગળી રાજકોટ યાર્ડમાં વેચી દીધી: પંચાસર સહકારી મંડળી પાસે રહેતા ઇમરાન રસુલ ભોરણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.4 ઓક્ટોબરના રોજ સાંજથી તા. 5 ઓક્ટોબરની બપોર સુધીના સમયગાળા દરમિયાન પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાંથી અજાણ્યા શખ્સોએ 400 મણ ડુંગળી કીમત રૂ. 3 લાખની ચોરી કરી ગયા છે.
ડુંગળી ચોરીની પોલીસમાં ફરિયાદ: અજાણ્યા શખ્સોએ ડુંગળી ચોરી કરી હોવાના બનાવના મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ ચલાવી હતી. જેમાં આરોપીઓ ચોરાયેલી ડુંગળી વેચાણનો હિસાબ લઈને સફેદ કલરના ટ્રકમાં વાંકાનેર તરફ આવતા હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી હતી.
પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા: પોલીસને મળેલી બાતમીના આધારે વાંકાનેર તરફ અશોક લેલેન્ડ ટ્રક પસાર થતા પોલીસે આરોપીઓ સબીરહુશેન અબ્દુલ શેરશીયા, જાબીર સાજી બાદી અને નજરૂદિન અલી બાદી એમ 3 આરોપીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 3.11.370, ડુંગળીનો કટ્ટો 2 મણનો કીમત રૂ. 1600 અને ટ્રક કિંમત રૂ. 3 લાખ સહિતનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: