ETV Bharat / state

કમલમ ખાતે વિરોધ કરવા આવેલા 3 ક્ષત્રીય મહિલાઓને પોલીસે ડિટેઈન કર્યા - kshatriya women detain - KSHATRIYA WOMEN DETAIN

રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સતત ઉગ્ર બનતી જાય છે. ક્ષત્રિય મહિલાઓએ આજે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્રણ મહિલાઓ ખાનગી કારમાં કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી હતી. પરંતુ પોલીસે ત્રણેય મહિલાઓને ડીટેઈન કરી હતી.

કમલમ ખાતે વિરોધ કરવા આવેલા 3 ક્ષત્રીય મહિલાઓને પોલીસે ડિટેઈન કર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 10:49 PM IST

કમલમ ખાતે વિરોધ કરવા આવેલા 3 ક્ષત્રીય મહિલાઓને પોલીસે ડિટેઈન કર્યા

ગાંધીનગર: રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદનનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઘણા દિવસથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જે પૂરી ન થતા ક્ષત્રિયાણીઓએ ગાંધીનગરમાં કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ વચ્ચે ગાંધીનગરમાં કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે 3 ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા માટે પહોંચી હતી. ખાનગી કારમાં 3 ક્ષત્રિય બહેનો કમલમ પહોંચી હતી જોકે તેઓ વિરોધ કરે તે પહેલા જ તેમને ડિટેઈન કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પુરૂસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.

ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચેલી 3 ક્ષત્રિય મહિલાઓને પોલીસે પ્રાઈવેટ ગાડીમાં જ ડિટેઈન કરીને લઈ ગઈ હતી. ત્રણેય ક્ષત્રિય બહેનો પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે વિરોધ કરવા પહોંચી હતી. તો બીજી તરફ જૌહર કરવા જનાર મહિલાઓને સવારે બોપલમાં નજર કેદ કરાઈ હતી. સાંજે તમામ મહિલાઓને પોતપોતાના ઘરે મોકલવામાં આવી હતી.

ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચેલા ક્ષત્રિય મહિલાએ જણાવ્યું હતું કે, અમારી માંગ સંતોષાઈ નથી. આવનારા દિવસોમાં આનાથી વધુ ઉગ્ર પ્રદર્શન થશે. તો બીજી તરફ રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢીને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. સાંજે તેમને મુક્ત કરીને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.

  1. રાજપૂતોના વિરોધની આશંકાને પગલે કમલમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત - Kamlam
  2. રાજકોટમાં પદ્મિનીબા વાળાને હોસ્પિટલમાંથી અપાઈ રજા, તબિયત લથડતા લવાયા હતાં હોસ્પિટલ - Padminiba Vala health weak

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.