દાહોદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે રાજ્યમાં જિલ્લામાં કુલ 1,31,454 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ જિલ્લામાં કુલ ૧૩,૧૩૮ આવાસોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પીએમ મોદીએ વર્ચ્યુઅલી લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો
PM મોદીના હસ્તે ઈ-લોકાર્પણ: દાહોદ સહિત રાજ્યના 33 જિલ્લામાં આજે શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિત આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયો છે.
દાહોદમાં કુલ 13,138 મકાનોનું ઈ-લોકાર્પણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાહોદા કુલ 13 હજાર 138 મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયો હતો, જેમાં દાહોદ તાલુકાના 4565, દેવગઢ બારીયા તાલુકાના 35, ઝાલોદ તાલુકાના 928, લીમખેડા તાલુકાના 1443, ગરબાડા તાલુકાના 1951, ફતેપુરા તાલુકાના 1068, સંજેલી તાલુકાના 85, ધાનપુર તાલુકાના 2185 અને સીંગવડ તાલુકાના 787 મળી કુલ 13,138 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઇ- લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.
લાભાર્થીઓને મળશે સરકારી યોજનાનો લાભ: આ યોજનાર કાર્યક્રમમાં ઉપસ્થિત મહનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો. આ ઉપરાંત જે લાભાર્થીઓનું આવાસ 6 માસની સમયમર્યાદામાં પૂર્ણ થયેલ હોય તેવા 2548 લાભાર્થીઓને 20000 રૂપિયા લેખે પ્રોત્સાહક રકમ તથા 2,921 લાભાર્થીઓને બાથરૂમ સહાય પેટે 5000 રૂપિયા લેખે રોકડ સહાય આપવામાં આવેલ છે.