ETV Bharat / state

PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી, ગુજરાતમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો - Gujarat weather update - GUJARAT WEATHER UPDATE

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી સ્થિતિ વણસી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

CM-PM ટેલિફોનિક વાતચીત
CM-PM ટેલિફોનિક વાતચીત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 7:14 AM IST

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

CM-PM ટેલિફોનિક વાતચીત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતની પૂરની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.

ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી.

રાજ્ય સાથે ઉભા રહેવાની ખાતરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યા છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમણે હંમેશા કેન્દ્ર સરકાર રાજ્યના લોકોની પડખે ઉભા રહી છે.

  1. ખેડૂતોના નુકસાનનો કરાશે સર્વેઃ કૃષિમંત્રીની સુરેન્દ્રનગરમાં સમીક્ષા બેઠક
  2. પોરબંદરમાં આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.