ETV Bharat / state

PM Modi in Navsari : પીએમ મિત્રા પાર્ક ખાતમુહૂર્ત માટે આવશે, આગમનને લઇ તૈયારીને આખરી ઓપ - પીએમ મિત્રા પાર્ક ખાતમુહૂર્ત

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં રોજગારીની વિશાળ તક ઉભી કરનારા પીએમ મિત્રા પાર્કનું ખાતમુર્હુત થશે. જેના માટે તંત્ર તડામાર તૈયારીમાં લાગ્યું છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા કાર્યક્રમમાં આવનારા અંદાજે 1 લાખ લોકોને માટે સવારસાંજના ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે.

PM Modi in Navsari : પીએમ મિત્રા પાર્ક ખાતમુહૂર્ત માટે આવશે, આગમનને લઇ તૈયારીને આખરી ઓપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2024, 2:40 PM IST

પીએમ મિત્રા પાર્ક ખાતમુર્હુતનો કાર્યક્રમ

નવસારી : નવસારી જિલ્લાના કાંઠાના વાસી ગામે ભારત સરકાર 1141 એકરમાં ટેકસ્ટાઈલ અને એપરલ ઉદ્યોગ માટે PM મિત્રા પાર્ક સ્થાપવા જઈ રહી છે. જેનું 22 ફેબ્રુઆરીની સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 1 લાખથી વધુ લોકો ઉમટી પડવાની સંભાવના છે. જેમાં લોકોને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે તંત્ર દ્વારા 2 હજાર સરકારી એસટી બસોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

એસટી બસ લાવશે લઇ જશે : સવારે 9 વાગ્યાથી અલગ અલગ ગામડાઓમાં એસટી બસ ગોઠવી દેવામાં આવશે અને ત્યાંથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચાડવામાં આવશે. જેની સંપૂર્ણ વ્યવસ્થા એસટી કર્મચારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે. જોકે નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ, મુસાફરો અને એકસપ્રેસ બસોની સુવિધાઓમાં કોઈપણ વિક્ષેપ ન પડે એની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરવામાં એવી છે.

22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના જલાલપુર તાલુકાના વાસી બોરસી ગામે પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે જેથી સભા સ્થળ ખાતે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે વિશાળ જનમેદની આવનાર હોય તેઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા સાથે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે અલગ અલગ ગામડાઓમાં એસટી બસ ગોઠવી દેવામાં આવશે અને ત્યાંથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચાડવામાં આવશે જેની સંપૂર્ણ વ્યવસ્થા એસટી કર્મચારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે. જોકે નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ મુસાફરો અને એક્સપ્રેસ બસોની સુવિધાઓમાં કોઈપણ વિક્ષેપ ન પડે તેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે... કેતન જોશી (અધિક કલેકટર)

દોઢ લાખ ફૂડ પેકેટ : PM મિત્રા પાર્કના ખાતમુર્હુત કાર્યક્રમમાં આવનારા અંદાજે 1 લાખથી વધુ લોકો માટે નવસારી વહીવટી તંત્ર દ્વારા અંદાજે 1.50 લાખ ફૂડ પેકેટ બનાવવાની તૈયારી આરંભી છે. ફૂડ પેકેટ મૂકવામાં આવનાર મેથીના થેપલા હાથોથી નહીં, પણ આધુનિક મશીનથી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સવારે થેપલા સાથે અથાણું અને મોહનથાળ, બિસ્કીટ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે પરત ફરતી વખતે ફરી તીખા ગાંઠિયા, ફૂલવાડી, સુખડી અને પાર્લે જી બિસ્કીટ સાથે પાણીની બોટલ આપવામાં આવશે. વડાપ્રધાન 1 કલાકથી વધુ સમય કાર્યક્રમ સ્થળે રહેશે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે એ પહેલા પણ લોકોને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવશે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

  1. Mega Textile Park : નવસારીમાં બનશે મેગા ટેક્ષ્ટાઈલ પાર્ક, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કરશે MOU
  2. Surat News : વાંસીબોરસીમાં વર્લ્ડ ક્લાસ પીએમ મિત્ર પાર્ક બનાવવા એમઓયુ સંપન્ન, પીયૂષ ગોયલે ચોમુખી વિકાસનો લાભ ગણાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.